News of Tuesday, 15th January 2019
હવે એરપોર્ટ પર ચહેરાની ઓળખ દ્વારા પણ પ્રવેશ મેળવી શકાશે
હૈદરાબાદ એરપોર્ટ પર ટેક્નોલોજીના અમલીકરણમાં સફળતા
નવી દિલ્હી :ભારતમાં વિમાન પ્રવાસીઓએ એરપોર્ટ ખાતે એમની વિમાન ટિકિટ અને ઓળખપત્ર બતાવવાની જરૂર નહીં રહે અને તેઓ ચહેરાની ઓળખવાળી બાયોમેટ્રિક સુવિધા દ્વારા એરપોર્ટમાં પ્રવેશ મેળવી શકશે.
GMR હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (GHIAL) કંપનીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીના અમલીકરણમાં સફળતા મેળવી છે.
(12:00 am IST)