મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

ફારુક અબ્દુલ્લાની કસ્ટડી ત્રણ મહિના સુધી વધી ગઈ

ફારુક અબ્દુલ્લા પાંચમી ઓગસ્ટથી કસ્ટડીમાં

શ્રીનગર, તા.૧૪જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની કસ્ટડી આજે શનિવારના દિવસે વધુ ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી હતી. પાંચમી ઓગસ્ટના દિવસથી ફારુક અબ્દુલ્લા કસ્ટડીમાં છે. જે દિવસે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવી હતી. તે દિવસથી ફારુક અબ્દુલ્લા કસ્ટડીમાં છે.

      તેમને કસ્ટડીમાંથી બહાર લાવવા માટેની માંગ કોંગ્રેસ સહિતના નેતાઓ તરફથી કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેમની કસ્ટડી જારી છે. કલમ ૩૭૦ની નાબુદી કરી દેવામાં આવી છે. હવે જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હજુ પણ અનેક કટ્ટરપંથી નેતાઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(7:58 pm IST)