મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

સંસ્‍કૃત કોલેજ અને યુનિવર્સિટીમાંથી મળી સદીઓ પુરાણી સંદુકઃ દુર્લભ દસ્‍તાવેજો મળ્‍યા

કોલકતા : સંસ્‍કૃત કોલેજ અને યુનિવર્સિટીના ઉપકુલપતિ સોમા બંદોપાધ્‍યાયે જાહેર કર્યુ હતુ કે સાફ સફાઇની કામગીરી દરમિયાન કોલેજમાંથી લગભગ ર૦૦ વર્ષ જુની એક સંદુક મળી આવી હતી. જેમાંથી દુર્લભ દસ્‍તાવેજો મળી આવ્‍યા છે.

તેમણે કહ્યું હતું કે બ્રિટનના આવી સંદુકો બનાવનાર એક મેન્‍યુફેકચરની નેમ પ્‍લેટ ધરાવતી આ સંદુક લાંબા સમયથી બંધ રાખવામાં આવેલ એક રૂમમાંથી સાફ સફાઇની કામગીરી દરમિયાન મળી આવી હતી. આ સંદુક પુરાતત્‍વની રીતે બહુ મહત્‍વની બની શકે છે.

આ સંદુકને ખોલવા તેની અંદર મળી આવેલા આઠ સીલ કરાયેલા કવરોમાં બ્રીટીશ કાળની બેંકોની ચેકબુકો, પંડિત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જયારે આ કોલેજના પ્રીન્‍સીપાલ હતા ત્‍યારે વિધવાઓને અપાયેલ ભથ્‍થાઓ અંગેના કાગળો મળી આવ્‍યા હતા.

આ ઉપરાંત ચાંદીના ૩ મેડલો અને સંસ્‍થાની સંપતિ અંગેના કાગળો પણ મળ્‍યા હતા. જે સંસ્‍થાની ર૦૦ વર્ષની યાત્રા ઉપર પ્રકાશ ફેંકી શકશે.

ઉપકુલપતિએ જણાવ્‍યું હતું કે સંસ્‍થામાંથી પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતી વસ્‍તુઓ શોધી કાઢવા માટે આ સાફ સફાઇ અભીયાન શરૂ કરાયુ હતુ. જેથી ૧૮પ વર્ષ જુની આ સંસ્‍થામાં એક મ્‍યુઝીયમ બનાવીને આવી વસ્‍તુઓ રાખી શકાય અને તેની ર૦૦મી જન્‍મજયંતિની ઉજવણી વખતે  પ્રદર્શિત કરી શકાય.

આ સંસ્‍થાની સ્‍થાપના રપ ફેબ્રુઆરી ૧૮ર૪માં એક કોલેજ તરીકે બ્રિટીશ અધિકારીઓ જેમ્‍સ પ્રીન્‍સેપ અને થોમસ બેબીંગ્‍ટનની ભલામણથી થઇ હતી. વિધવા વિવાહને પ્રોત્‍સાહન માટે જાણીતા ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર આ સંસ્‍થાના એક વિદ્યાર્થી હતા. જે પછી થી ૧૮પ૧ થી ૧૮પ૮ દરમિયાન અહીંના પ્રિન્‍સીપાલ બન્‍યા હતા અને આ સંસ્‍થાને સંસ્‍કૃતની સાથે સાથે પમિી અભ્‍યાસનું મિશ્રણ કરીને મહાન ઉંચાઇએ પહોંચાડી હતી. 

 

(4:23 pm IST)