મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

કાશ્‍મીરમાં બાળકો - સગીરોને જેલમાં પૂરી રખાયાની અરજી સુપ્રિમે ફગાવી

સર્વોચ્‍ચ અદાલતે કહ્યું કે વોશીંગ્‍ટન પોસ્‍ટમાં પ્રસિદ્ધ થયેલ હેવાલને મહત્‍વ આપી ન શકાય

નવી દિલ્‍હી : જમ્‍મુ અને કાશ્‍મીરમાં બાળકોને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્‍યા હોવાની રિટ પિટિશનનો ચુકાદો આપતા સુપ્રીમકોર્ટે કહ્યું છે કે અમે ૪ જજોની ‘ફેક્‍ટ ફાઇંડિંગ'નો રિપોર્ટ માન્‍ય રાખીએ છીએ,આ રિપોર્ટમાં જણાવાયું છે કે આક્ષેપો ખોટા છે,જંમી કાશ્‍મીરની જેલમાં કોઈ જ બાળકો-કિશોરોને અટકાયતમાં રાખવામાં આવ્‍યા નથી,

હાઇકોર્ટના ૪ જજોની ટીમને જયારે એકપણ બાળકને જમ્‍મુ-કાશ્‍મીરની જેલમાં બંધ જોવા નથી મળ્‍યા ત્‍યારે વોશિંગટન ટાઈમ્‍સમાં પ્રસિદ્ધ થયેલ ન્‍યુઝ રિપોર્ટને આધારરૂપ ગણી શકાય નહીં.

સુપ્રિમ કોર્ટે કહેલ કે કાશ્‍મીરી વહીવટી તંત્રે રીપોર્ટ રજૂ કરતી વખતે ભૂલ કરી છે અને કબૂલ્‍યુ છે કે ૮૦ બાળકોને કાશ્‍મીર ખીણમાં અટકાયતમાં લીધેલ પરંતુ થોડા કલાકોમાં જ છોડી મૂકેલ. આથી એવુ લાગે છે કે આ અરજી ઉપર રાજયના પોલીસ વડાએ આંખ મીચીને સહી કરી આપી છે. આ પહેલા અરજદારે આ હેવાલ ટાંકીને કહેલ કે જમ્‍મુ કાશ્‍મીર સરકારે જાતે સ્‍વીકાર્યુ છે કે ૯ બાળકો અટકાયત કરાયા છે.

(4:22 pm IST)