મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

દેશમાં 'અંધેરી નગરી ચોપટ રાજા' જેવો માહોલઃ સોનિયા ગાંધી

સબ કા સાથ, સબકા વિકાસ કયાં છે? બેકારી આસમાને મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે તિજોરી ખાલી કરી, રોજ બંધારણનો ભંગ થાય છે : કઠોર સંઘર્ષનો સમય આવી ગયો છેઃ હવે 'આર યા પાર'નો ફેંસલો લેવો પડશેઃ કયાં છે અચ્છે દિન'? સરકાર ઉપર પ્રહારો

આર્થિક મંદી, બેરોજગારી, મહિલા સુરક્ષા અને ખેડુતોના મુદા પર મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો રેલી કરી રહી છે જેમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતા હાજર રહ્યા.

કોંગ્રેસના અંતરિક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારત બચાવો રેલીને સંબોધિત કરીને કહ્યું કે દેશમાં દાયકામાં એવી બેરોજગારી નહોતી. યુવાનો કામની તલાશમાં ભટકી રહ્યા છે

આ પાર કે ઓલી પારનો નિર્ણય લેવો પડશે. દેશ માટે કઠોર તપ કરવું પડશે. આજે રોજબરોજની વસ્તુની કિંમત લીમીટથી બહાર થઇ ગઇ છે. તેઓએ કહ્યું કે મહિલાઓ પર અત્યાચારથી દિલ તૂટી રહ્યું છે હું તમને પ્રશ્ર કરૃ છુ કે આપણી માતા-બહેનો પર થતા અત્યાચાર વિરૃધ્ધ અને સંઘર્ષ કરવા તૈયાર છીએ. આજે અંધેરી નગરી અને ચૌપટ રાજા જેવો માહોલ છે.

દેશના યુવાઓની સામે અંધારૃ છે, ખોટી નીતીઓથી વ્યવસાયને ખુબજ નુકશાન થયું છે. કંપનીઓ કોને વેચવામાં આવી રહી છે.

સોનિયાએ કહ્યું કે જીએસટીથી ખજાનો ખાલી થઇ રહ્યો છે. સરકારનો ખજાનો કેવી રીતે ખાલી થઇ ગયો. સરકાર જણાવે કે કાળુ નાણુ કોની પાસે રહેલુ છે. જયારે મરજી થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન હટાવે છે. એ લોકો સંવિધાનને માનવાનો દેખાવો  કરી રહ્યા છે અને દરરોજ કાયદાના ચિંથરેહાલ કરે છે. જો આ નાગરિકતા કાયદો છે તેઓ ભારતની આત્માને છિન્ન-ભિન્ન કરનાર છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે કલમ ૩૭૦ અને નાગરિકતા કાયદાને બીજેપી અને મોદી સરકાર પર વાર કરીને કહ્યું કે એવો માહોલ છે કે મન ફાવે એમ કાયદો લાદો અને હટાવી દો. મોંઘવારીનો મુદો ઉઠાવીને મહિલાઓને કેટલો સંઘર્ષ કરવો પડે છે. આજે જીવન જરૃરીયાતની વસ્તુઓની કિંમત આસમાને પહોંચી છે.

(3:06 pm IST)