મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

ડુંગળીને કારણે હવે રેસ્ટોરન્ટમાં જમવાનું પડશે મોંઘુ : ભાવ વધારવા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો,નો નિર્ણંય

નાણામંત્રી ભલે ડુંગળી ના ખાતા હોય પણ સામાન્ય લોકોને ડુંગળી રડાવે છે

નવી દિલ્હી : ડુંગળીના ભાવ વધારાને કારણે સામાન્ય લોકોને ગજવામાં માર પડી રહયો છે જોકે નાણામંત્રીએ કહ્યું હતું કે હું ડુંગળી ખાતી નથી પરંતુ લોકોને ડુંગળીના ભાવ રડાવી રહ્યાં છે ત્યારે ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશને કહ્યું છે કે જો બહુ જલદી ડુંગળીના ભાવો પર નિયંત્રણ નહીં આવે તો, તેઓ બધા જ પ્રકારના ભોજનના ભાવમાં વધારો કરશે, જેમાં ડુંગળીનો ઉપયોગ થાય છે.

 મુંબઈમાં એસોશિએશને કહ્યું, જો ડુંગળીની કિંમતો 60 રૂપિયા પ્રતિ કિલો નહીં થાય તો તેમને મજબૂરીવશા વાનગીઓના ભાવમાં વધારો કરવો પડશે.

  દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા મુંબઈમાં ડુંગળીની કિંમત 160 થી 170 રૂપિયા કિલો સુધીની પહોંચી ગઈ હતી. જોકે હવે બજારમાં સ્થાનિક ડુંગળીની આવક શરૂ થતાં આ કિંમતોમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે

 . એસોશિએશનના અધ્યક્ષ સંતોષ સેટ્ટીએ જણાવ્યું કે, ડુંગળીના ભાવમાં ઘટાડો ચાલું છે અને મુંબઈમાં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, અત્યારે અને જુઓ અને રાહ જુઓની નીતિનો અમલ કરી રહ્યા છીએ. હજી 10 દિવસ સુધી રાહ જોશું. જો ડુંગળીના ભાવોમાં ફ઼્ઘટાડો નહીં થાય તો, અમારે જે ડિશોમાં ડુંગળીનો ઉપયોગ થાય છે, તેનો ભાવ વધારવાનો નિર્ણય લેવો પડશે.

(2:01 pm IST)