મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

ઉત્તરપ્રદેશ - મધ્યપ્રદેશ સહિત અનેક રાજયોમાં હવામાન પલ્ટો : એલર્ટ જાહેર

૧૧ રાજયો માટે ભારે વરસાદની ચેતવણી : ઠેર-ઠેર વરસાદ અને બરફના કરા પડ્યા : ખેડૂતો ચિંતાતુર

અચાનક હવામાન બદલાતા ગઈકાલે આખો દિવસ ભારે વરસાદી માહોલ રહ્યો હતો : અનેક જિલ્લામાં ખાનગી સ્કુલો બંધ રહેલ : કાતીલ ઠંડી : યોગી આદિત્યનાથે સામાન્ય લોકો - ભિક્ષુકો માટે ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી : તાપણા કરાવડાવ્યા : લખનૌમાં ગઈકાલે સવારથી વરસાદ પડ્યો : અનેક શહેરોમાં બરફના કરા પડ્યા : ૨૬ વિમાની સેવાને ડાયવર્ટ કરવી પડી : પંજાબ - ઉ.પ્રદેશ - હરિયાણા - મધ્યપ્રદેશ - રાજસ્થાન સહિતના રાજયોના મેદાની વિસ્તારોમાં જોરદાર વરસાદ થયેલ છે : હવામાન ખાતાએ ૧૧ રાજયો માટે ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરેલ છે : અમેઠી - સીતાપુર - રાયબરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદના પગલે રજાઓ જાહેર થયેલ : અચાનક વરસાદ, બરફના કરા સાથે હવામાન બદલાતા ખેડૂત ભારે ચિંતામાં મૂકાયેલ છેઃ જીવનભરની પુંજી સમાન ઘઉંનો પાક તેમના માટે સંજીવની ગણાય છે ત્યારે ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

(1:35 pm IST)