મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

નવા કાયદાની પ્રકૃતિ જ મૂળ સ્વરૂપથી ભેદભાવપૂર્ણ : CAB મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારનું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર સંસ્થાનાં પ્રવક્તા જેરેમી લોરેન્સની પ્રતિક્રિયા

નવી દિલ્હી : ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદ દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આસામ અને તેના આસપાસનાં રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. વિવિધ સ્થળો પર હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર સંસ્થાએ ભારતનાં નવા નાગરિકતા સંસોધન કાયદા પર ચિંતા વ્યક્ત કરી હતી. માનવાધિકાર સંસ્થાનાં પ્રવક્તાએ સરકારને ભારત દ્વારા કરવામાં આવેલી સંધિઓ યાદ અપાવી હતી. તથા નવા કાયદાની પ્રકૃતિ જ ભેદભાવપૂર્ણ ગણાવી હતી.

 સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર સંસ્થાએ ભારતનાં નવા નાગરિકતા સંસોધન કાયદા પર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાનું માનવું છે કે આ કાયદાનું મૂળ જ ભેદભાવપૂર્ણ છે. નવા નાગરિકતા કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં બિન-મુસ્લિમ અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર સંસ્થાનાં પ્રવક્તા જેરેમી લોરેન્સે જીનીવામાં કહ્યું કે 'અમે ભારતનાં નવા નાગરિકતા કાયદાને લઈને ચિંતિત છીએ, જેની પ્રકૃતિ જ મૂળ સ્વરૂપથી ભેદભાવપૂર્ણ છે'

(12:48 pm IST)