મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં સૌથી વધુ ભાજપના 21 સાંસદોની સંડોવણી : કોંગ્રેસ16 સાંસદો સાથે બીજા નંબરે : ADR નો રિપોર્ટ

છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે 66 ઉમેદવારોને રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાની ટિકિટ આપી

નવી દિલ્હી : ADRની એક રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે, મહિલાઓ વિરુદ્ધ ગુનાના મામલાઓમાં ભાજપના સાંસદોની સંડોવણી સૌથી વધુ છે બીજા નંબરે કોંગ્રેસના સાંસદો આવે છે. ભારતીય જનતા પાર્ટીના 21 સાંસદો મહિલાઓ વિરુદ્ધ ગુનાના મામલાનો સામનો કરી રહ્યા છે. તો કોંગ્રેસ 16 સાંસદોની સાથે બીજા નંબરે છે. અને YSRની પાર્ટી 7 સાંસદોની સાથે ત્રીજા ક્રેમ છે.

  રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ વિરુદ્ધ ગુનામાં સામેલ સાંસદોની સંખ્યા લોકસભામાં જ્યાં 2009માં 2 સાંસદની હતી, તે 2019માં વધી જે સાંસદોની સામે ગુના દાખલ છે તેમની સંખ્યા 19 થઈ ગઈ છે. ત્રણ એવા સાસંદ અને 6 એવા ધારાસભ્યો છે, જેમણે રેપથી જોડાયેલા મામલા જાહેર કર્યા છે. પાછલા 5 વર્ષોમાં માન્યતા પ્રાપ્ત દળોએ 41 ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમણે બળાત્કારથી સંબંધિત મામલાની જાહેરાત કરી હતી.

પાછલા 5 વર્ષોમાં ભાજપાએ મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાથી જોડાયેલા 66 ઉમેદવારોને રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડવાની ટિકિટ આપી છે.

ADR અને નેશનલ ઈલેક્શન વૉચે કહ્યું કે, તેણે હાલમાં 759 સાંસદો અને 4063 ધારાસભ્યોને 4896 ચૂંટણી એફિડેવિટમાંથી 4822નું વિશ્લેષણ કર્યું છે.

રિપોર્ટ કહે છે કે, આ સમય દરમ્યાન મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાના મામલા વાળા લોકસભા ચૂંટણી ઉમેદવારોની સંખ્યા 38થી વધીને 126 થઈ ગઈ છે. એટલે કે આવા અમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે. પાછલા 5 વર્ષમાં કુલ 572 એવા ઉમેદવારો છે જેમણે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં ચૂંટણી લડી છે, પણ તેમને કોર્ટે દોષી જાહેર કર્યા નથી.

 

(12:09 pm IST)