મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર હવે AAP માટે રણનીતિ બનાવશે: અરવિંદ કેજરીવાલએ જાહેરાત

પ્રશાંત કિશોરે ઘણા રાજ્યોમાં પાર્ટીઓ માટે જીતવા માટે વ્યૂહરચના ઘડી છે

નવી દિલ્હી : ચૂંટણી વ્યૂહરચનાકાર અને જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોર હવે આમ આદમી પાર્ટી માટે કામ કરશે. આ માહિતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપી હતી. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોરે ઘણા રાજ્યોમાં પાર્ટીઓ માટે જીતવા માટે વ્યૂહરચના ઘડી છે. હવે તે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 માં તે આપને જીતાડવા માટે અમારી સાથે મળીને કામ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોર આજે પટનામાં મુખ્યમંત્રી અને જેડીયુના પ્રમુખ નીતીશ કુમારને મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન પ્રશાંત કિશોર નીતિશ કુમાર સાથે નાગરિકતા સુધારણા બિલ પર વાત કરી શકે છે. કારણ કે, નાગરિકતા સુધારણા બિલ પસાર થયું ત્યારથી જ પ્રશાંત તેનો વિરોધ કરી રહ્યો છે

(11:48 am IST)