મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

ઉત્તર - પૂર્વના રાજયો ધગધગે છે : સંખ્યાબંધ ટ્રેનો સળગાવવા પ્રયાસ : અનેક દેખાવકારો ઉપવાસ ઉપર

આસામમાં સતત દેખાવોનો દોર ચાલુ મેઘાલયમાં પણ આખો દિવસ ધમાલ રહી છે,કેટલીય ટ્રેનો સળગાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અનેક ટ્રેનો રદ થઇ છે : સંખ્યાબંધ દેખાવકારો ઉપવાસ ઉપર ઉતર્યા છે : ખાસ તો ૧૫મીનો ગૌહાત્તી ખાતે જાપાનના વડાપ્રધાન શિંજો આબે નો પ્રવાસ રદ થયો છે તો અમિતભાઈએ મેઘાલય-અરૂણાચલના રવિવારનો પ્રવાસ રદ કર્યો છે : અખિલ આસામ છાત્ર સમૂહ - આસુએ કોંગ્રેસ સિટિઝનશીપ બિલના વિરોધમાં સુપ્રિમકોર્ટમાં પિટિશન દાખલ કરી છે :

પશ્ચિમ બંગાળના બેલ્ડડ રેલવે સ્ટેશન સળગાવી દેવાયું છે : પશ્ચિમ બંગાળ,કેરળ,પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્ત્।રાંચલ સહીત સાત રાજયોએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ ( સીએબી ) નો અમલ તેમના રાજયોમાં કરવા ઇન્કાર કર્યો છે : તો કેન્દ્ર સરકારે કહ્યું કે આવો ઇન્કાર કરવા રાજયોને કોઈ અધિકાર નથી,

ગૌહતીના ચાંદમારીમાં આસુના એલાનથી અનેક લોકો અનશનમાં જોડાયા છે : સ્કૂલ કોલેજ ઇન્ટરનેટ સતત બંધ છે : ત્રિપુરામાં આંદોલન પાછું ખેંચાવાની જાહેરાત સાથે સ્થિતિ સુધરતી જાય છે પરન્તુ બંગાળી ઓઇકયા મંચે ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું છે.

(11:42 am IST)