મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

પૂર્વોત્તરમાં તોફાનો વચ્ચે પેટ્રોલ અને રાંધણ ગેસનો પુરવઠો ખલાસ

આસામ સહિત પૂર્વોત્તરની અર્થ વ્યવસ્થા ઉપર પ્રહાર

નવી દિલ્હી, તા.૧૪: નાગરિકતા સુધારા કાયદા મુદ્દે આસામ સહિત પૂર્વોત્તરના રાજયોમાં હિંસક દેખાવો ચાલુ રહ્યા છે ત્યારે શુક્રવારે આ દેખાવો પશ્યિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયા હતા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં દેખાવકારોએ એક રેલવે સ્ટેશનને આગ લગાવી દીધી હતી અને રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના જવાનો સાથે મારપીટ કરી.બીજીબાજુ પૂર્વોત્ત્।રના રાજયોમાં અશાંત પરિસિૃથતિના કારણે ગૃહમંત્રી અમિત શાહે શિલંગોનો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. હિંસક દેખાવોના કારણે પૂર્વોત્તર રાજયોમાં વિમાન અને ટ્રેન સેવાઓ બંધ થઈ ગઈ છે. આવી પરિસિૃથતિમાં અહીં આગામી સપ્તાહમાં પેટ્રોલ અને રાંધણ ગેસના પુરવઠાની અછત સર્જાવાની સંભાવના છે.

મેદ્યાલયની રાજધાની શિલોંગમાં નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ઘ દેખાવો કરી રહેલી ભીડે શુક્રવારે સાંજે રાજભવન પાસે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર પછી પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના ગોળા છોડયા અને લાઠીચાર્જ કર્યો. હિંસક દેખાવો પછી શિલોંગના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લગાવાયો હતો.પૂર્વોત્ત્।રના રાજયોમાં હિંસક દેખાવોના કારણે ૪૮ કલાક માટે ઈન્ટરનેટ અને એસએમએસ સેવા પર લગાવાયેલો પ્રતબિંધ લંબાવાયો હતો. જોકે, ગુવાહાટી અને ડિબુ્રગઢમાં શુક્રવારે અનિશ્યિતકાલિન કર્ફ્યુમાં પાંચ કલાકની છૂટ અપાઈ હતી. અહીં અખિલ આસામ વિદ્યાર્થી સંગઠનના દેખાવકારો ઉપવાસ પર ઉતર્યા હતા.

પૂર્વોત્તરના રાજયોમાં હિંસક દેખાવોના કારણે આ પ્રદેશમાં ઓઈલ કંપનીઓને તેમની રિફાઈનરી, પેટ્રોકેમિકલ અને ઓઈલ ઉત્પાદન એકમો બંધ કરી દેવાની ફરજ પડતાં આગામી સપ્તાહમાં આ વિસ્તારમાં પેટ્રોલ અને રાંધણ ગેસની અછત સર્જાઈ શકે છે.ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું કે તેની દિગ્બોઈ રિફાઈનરી અને ગુવાહાટીમાં ઉત્પાદન એકમ બંધ કરવાની ફરજ પડી છે ઉપરાંત ઓઈલ ઈન્ડિયા લિમિટેડને પણ તેનો એલપીજી ઉત્પાદન એકમ બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે પૂર્વોત્તરના રાજયોમાં પેટ્રોલ-ડિઝલ અને એલપીજીના ઉત્પાદનમાં ૧૫થી ૨૦ ટકાનો કાપ મૂકાયો છે. ઓએનજીસીએ પણ ઉત્પાદનમાં ૨૫ ટકાનો ઘટાડો કર્યો છે.

(9:58 am IST)