મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

વિવાદિત ઇસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકને માલદિવમાં નો એન્ટ્રી:પ્રવેશ આપવાની વિનંતી ફગાવી દીધી :મોહમ્મદ નશીદ

 

નવી દિલ્હી:વિવાદિત ઇસ્લામિક ઉપદેશક ઝાકીર નાઇક માલદિવ આવવા માંગે છે.પરંતું તેની વિનંતી ટાપુ દેશએ ફગાવી દીધી છે.

માલદિવની સંસદનાં સ્પિકર મોહમ્મદ નશીદે નવી દિલ્હીમાં જણાવ્યુ કે ઝાકીર નાઇક માલદિવ આવવા માંગે છે.પરંતું અમે તેની મંજુરી આપી નથી,નશીદ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી અને વિવિધ મુદ્દા પર ચર્ચા કરી છે.

ઝાકીર નાયક વિરૂધ્ધ ભારતમાં મની લોંન્ડરીંગનો કેસ ચાલે છે.તેના ઉપરાંત તેના વિરૂધ્ધ ઢાકા હુમલાનાં સંબંધમાં પણ ફરીયાદ નોંધાઇ છે.તેણે મલેશિયામાં છેલ્લા ત્રણ વર્ષોથી શરણ લીધી છે.ભારતને તેના પ્રત્યાર્પણની ઔપચારીક અપિલ કરી છે.પરંતું મલેશિયાએ અપિલ ફગાવી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સપ્ટેમ્બરમાં રશિયામાં યોજાયેલી 5મી પુર્વીય આર્થિક મંચની બેઠકમાં મલેશિયાનાં વડાપ્રધાન મહાતીર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી અને નાઇકનાં પ્રત્યાર્પણ અંગે ચર્ચા થઇ હતી.જો કે બાદમાં મલેશિયાનાં વડાપ્રધાને આવી કોઇ ચર્ચા થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો.

(12:05 am IST)