મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

નાગરિકતા કાયદાને લાગુ કરવાનો મતલબ માત્ર મુસ્લિમોને બહાર રાખવાનો :ચિદમ્બરમનો આરોપ

મતાધિકાર છીનવ્યા બાદ શું કામ કરવાનો અને માનવાધિકાર પણ છીનવી લેશો ??

 

નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે હિન્દુત્વ મોદી સરકારના એજન્ડામાં સામેલ છે. નાગરિકતા કાયદાને લાગૂ કરવાનો મતલબ માત્ર મુસ્લિમોને બહાર રાખવાનો છે. પલાયનને રોકી ન શકાય. પહેલા તમામ દેશ એક સાથે હતા એટલા માટે લોકો પૈસા મેળવવા માટે ભારતમાં આવે છે.

ચિદંબરમે કહ્યું કે માની લો કે સરકરાર એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરે છે પરંતુ ત્યાર બાદ જે લોકો બચશે તેનું શું થશે? સરકાર તેની સાથે શું કરવા જઇ રહી છે? આ વિશે સરકાર તરફથી અત્યાર સુધી કોઇ જવાબ નથી આવ્યો.

   માની લો તમે તેની પાસેથી મત આપવાનો હક છીનવી લો છો તો શું તમે તેની પાસેથી કામ કરવાનો અધિકાર પણ છીનવી લેશે? શું તમે તેના જીવવાનો અધિકાર છીનવી લેશો? આ માનવાધિકાર છે જેને છીનવી ન શકાય. તેમણે કહ્યું કે આ કાયદામાં કેટલાક ફેરફારથી કંઇ બદલવાનું નથી. આ પ્રયત્નો માત્ર રાજકીય હોબાળા માટે છે જેનાથી લોકોનું ધ્યાન દેશની નબળી અર્થવ્યવસ્થાથી હટાવી શકાય.

 

(11:57 pm IST)