મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

બ્રિટનમાં યોજાઈ ગયેલી હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીઓમાં ભારતીયોનો ડંકો : ભારતીય મૂળના 15 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા

લંડન : બ્રિટનમાં યોજાયેલી હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીઓમાં ભારતીય મૂળના 15 ઉમેદવારોએ ઝળહળતી સફળતા મેળવી છે.જે પૈકી 12 ઉમેદવારો ફરીવાર ચૂંટાઈ આવ્યા છે.જયારે 3 નવા ચૂંટાઈ આવેલા ભારતીયો પ્રથમવાર હાઉસમાં પ્રતિનિધિત્વ કરશે

અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં ચૂંટાઈ આવેલા ભારતીય ઉમેદવારોમાં સૌપ્રથમ વખત સાંસદ બની રહેલા 3 ભારતીયોમાં શ્રી નવેન્દ્રુ મિશ્રા ,શ્રી ગગન મોહિન્દ્રા,તથા શ્રી ક્લેયર કોટીનહોનો સમાવેશ થાય છે.

ફરીથી ચૂંટાઈ આવેલા બ્રિટનના પૂર્વ ગૃહમંત્રી સુશ્રી પ્રીતિ પટેલને ફરીવાર કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા છે.અન્ય ફરીથી ચૂંટાઈ આવેલા ભારતીયોમાં શ્રી ઋષિ સુનાક ,શ્રી આલોક શર્મા ,સુશ્રી પ્રીત કૌર ગ્રીલ ,તનમનજીત સિંહ ઘેસી,શ્રી વીરેન્દ્ર શર્મા શ્રી લીજા નંદી ,સુશ્રી સીમા મલ્હોત્રા ,સહિતનાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે લેબર પાર્ટીના કરુણ રકાસ વચ્ચે પણ આ પાર્ટીના પ્રતિનિધિ તરીકે ઉભેલા ભારતીયો ચૂંટાઈ આવ્યા છે.જેમાં પ્રથમવાર ચૂંટણી લડી રહેલા શ્રી નવેન્દુ મિશ્રાનો પણ સમાવેશ થાય છે.

(8:07 pm IST)