મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

" એક ભારત શ્રેષ્ઠ ભારત " : કાશ્મીર વિષે ફેલાતી ગેરસમજ દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.સંબિત પાત્રા અમેરિકાના પ્રવાસે : મિલપિટાસ ,શિકાગો ,ઈલિનોઈસ ,સહિતના સ્થળોએ સમર્થકો દ્વારા ઉમળકાભેર આવકાર : મોદી રાજમાં દેશમાં આવી રહેલા આમૂલ પરિવર્તનથી લોકોને માહિતગાર કર્યા

મિલપિટાસ : ભારતના જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર કરાયા પછી અમેરિકામાં અમુક લોકો દ્વારા થઇ રહેલા વિરોધને અનુલક્ષીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.સંબિત પાત્રા અમેરિકાના પ્રવાસે છે.જ્યાં તેમણે કાશ્મીર વિષે ફેલાતી ગેરસમજ દૂર કરવા વિષયક ઉદબોધનો કર્યા હતા.

ડો.સંબિતએ મિલપિટાસ ,શિકાગો ,ઈલિનોઈસ ,સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી.જ્યાં તેમને  સમર્થકો દ્વારા ઉમળકાભેર આવકાર મળ્યો હતો.તેઓએ ભારતમાં  મોદી રાજમાં દેશમાં આવી રહેલા આમૂલ પરિવર્તનથી લોકોને માહિતગાર કર્યા હતા તથા એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ફેલાવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)