મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

અમેરિકાના બેલીન્ગહામમાં શીખ અમેરિકન ઉબર ડ્રાયવર ઉપર વંશીય હુમલાના શકમંદ આરોપી તરીકે એક ગોરા યુવાનની ધરપકડ : હેટ ક્રાઇમ આરોપ લગાવાયો

બેલીન્ગહમ : અમેરિકાના બેલીન્ગહામમાં 5 ડિસેમ્બરના રોજ શીખ અમેરિકન ઉબર ડ્રાયવર ઉપર વંશીય હુમલો કરી તેના પહેરવેશ,દાઢી ,મુછ,પાઘડી,વર્ણ,ધર્મ, તેમજ ઇન્ડિયન હોવા મુદ્દે હુમલો કરી ઇજા પહોંચાડવાના આરોપસર એક 22 વર્ષીય ગોરા યુવાન ગ્રીફિન લેવી સેયર્સની શકમંદ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.તેમજ તેના ઉપર હેટ ક્રાઇમ આરોપ લગાડવામાં આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વંશીય હુમલાનો ભોગ બનવાથી ઇજાગ્રસ્ત થયેલ શીખ ડ્રાયવરનું નામ પરમજીત સીંઘ હોવાનું કોર્ટ દસ્તાવેજોના આધારે બહાર આવ્યું છે.

(7:22 pm IST)