મુખ્ય સમાચાર
News of Friday, 14th December 2018

બિગ બીનો ફોન બગડી ગયોઃ ટ્વિટર પર માગી મદદઃ કહો કે મારે શું કરવું જોઈએ?

સ્માર્ટફોન કંપનીના પ્રમુખે નવો ફોન મોકલવાની પણ તૈયારી દર્શાવીઃ બીગબીએ લોકો પાસેથી સજેશન માંગ્યુ

નવી દિલ્હીઃ મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એકિટવ રહે છે ટ્વિટ અને બ્લોગ સક્રિય રહે છે તાજેતરમાં તેનો મોબાઈલ સેમસંગ ગેલેકસી એસ ૮ ફોન ખરાબ થયો હતો. જેની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી હતી. બિગ બીએ ટ્વિટર પર પોતાના ફોલોઅર્સ પાસે ફોન રિપેરિંગ અંગે મદદ પણ માંગી હતી. બિગ બીએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, મદદ કરો, સેમસંગ S9 યોગ્ય રીતે કામ કરતો નથી. સેમસંગનો લોગો સ્ક્રિનમાં દેખાય છે પણ સ્ક્રિન વારંવાર બ્લિંક થાય છે. આ સિવાય ફોનમાં કંઈ થતું નથી.

  બિગ બીએ ઉમેર્યું હતું કે, ફોન બંધ કરવાનો પ્રયત્ન કરૃં છું પણ ફોન બંધ પણ થતો નથી. કૃપા કરીને મદદ કરો અને કહો કે મારે શું કરવું જોઈએ? બિગ બીના આ ટ્વિટ સામે તેના ચાહકોએ સજેશનની ભરમાર કરી દીધી. જેમાં સૌથી ખાસ વાત એ છે કે, સ્માર્ટફોનની બ્રાંડ શાઓમી ઈન્ડિયાના એમ.ડી. મનુ કુમાર જૈન અમિતાભને ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે ફોન બદલી નાંખવાની સલાહ આપી હતી. આ રિટ્વિટમાં રિપ્લાય કર્યો કે, ડીયર અમિતજી... હવે ફોન બદલાવવાનો સમય આવી ગયો છે. તમે ભારતમાં સૌથી વધુ પસંદ થનારી ટેકનોલોજી પર ભરોસો કરી શકો છો.

  બિગ બીના મદદની ટ્વિટ પર શાઓમી ઈન્ડિયાના પ્રમુખ વ્યકિત મનુકુમાર જૈને ઉમેર્યું હતું કે, તમને ફ્લેગશીપ ફોન મોકલીને ખુશી થશે. આ ટ્વિટ પરથી સ્પષ્ટ થયું છે કે, તેમનો ઈશારો શાઓમી સ્માર્ટફોન તરફ હતો. જોકે, શાઓમીના એમ.ડી. પર કેટલાક યુઝર્સે તેમની ખેંચવાની શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ ફોનમાં આવતી જાહેરાત પર અંગે પણ નારાજગી વ્યકત કરી હતી.

થોડા સમય બાદ અમિતાભ બચ્ચને પોતાનો સેમસંગ ફોન રિપેર થઈ ગયો હોવાની પણ વાત શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, ટ્વિટ બાદ કંપનીએ તરત જ તેને રિપેર કરવામાં મદદ કરી હતી. જોકે, આ સંવાદ વચ્ચે બિગ બિએ કેટલીક જીવન ઉપયોગી ટિપ્સ પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે, ટેકનોલોજી આપણને બેકઅપ રાખવા માટે મજબૂર કરે છે પણ જિંદગીનો બેકઅપ રાખવો શકય નથી.

(4:03 pm IST)