મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

ઈરાનથી ઓઈલની આયાતમાં ગાબડું :નવેમ્બરમાં ખરીદી ઘટીને 21 મહિનાના તળિયે

રાજકોટ ;નવેમ્બરમાં ઈરાનથી દેશમાં ઓઈલની આયાત ઘટીને ફેબ્રુઆરી ર૦૧૬ને તળિયે પહોંચી છે.રશિયન કંપનીને ગેસ ફિલ્ડમાં ગ્રાન્ટના વિરોધને કારણે નવેમ્બરમાં ઈરાનથી ઓઈલની ખરીદી ર૧ માસને તળિયે પહોંચી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ક્રૂડ ઓઈલનો ગ્રાહક છે નવેમ્બરમાં ઈરાન પાસેથી ,૬૬,૦૦ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલ મેળવ્યુ હતું જે ઓક્ટોબરની તુલનાએ ૪૩ ટકાનો અને અગાઉના વર્ષના નવેમ્બરની તુલનાએ પપ ટકાનો ઘટાડો દર્શાવે છે  એપ્રિલથી નવેમ્બર સુધીમાં ઈરાન પાસેથી ક્રૂડની આયાતમાં ૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ડિસેમ્બરમાં ઈરાનથી ઓઈલની આયાતમાં વધારો થવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

(12:54 am IST)