મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

શાકભાજી અને ડુંગળીની કિંમતમાં તીવ્ર વધારો : ફુગાવો ૩.૯૩ ટકા

ડબલ્યુપીઆઈ ફુગાવો આઠ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો : વાણિજ્ય મંત્રાલય દ્વારા આંકડા જારી કરાયા : વાર્ષિક આધાર ઉપર ડુંગળીની કિંમતમાં ૧૭૮ ટકાનો વધારો : શાકભાજીની કિંમતમાં ૫૯ ટકાનો વધારો

મુંબઈ, તા. ૧૪ : હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડુંગળીની કિંમતમાં તીવ્ર વધારો થવાના પરિણામ સ્વરુપે નવેમ્બર મહિનામાં ઉછળીને ૩.૯૩ ટકા સુધી પહોંચી ગયો છે. સીઝનલ શાકભાજીની કિંમતમાં વધારો થયો છે. આજે સરકાર દ્વારા હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૩.૫૯ ટકા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૮૨ ટકા હતો. રસોડા માટે સૌથી ઉપયોગી ગણાતા ડુંગળીની કિંમતમાં વાર્ષિક આધાર પર ગયા મહિને ફુગાવામાં ૧૭૮.૧૯ ટકાનો વધારો થયો છે. સીઝનલ શાકભાજીની કિંમતમાં પણ ઓક્ટોબર મહિનામાં ૩૬.૬૧ ટકા સામે ૫૯.૮૦ ટકા સુધીનો વધારો થયો છે. પ્રોટીનથી ભરપુર ઇંડા, માંસ અને ફીશની કિંમતમાં ૪.૭૩ ટકાની ગતિથી વધારો થયો છે. મેન્યુફેક્ચર ચીજવસ્તુઓ માટે આંકડો ૨.૬૧ ટકા રહ્યો છે. અત્રે નોંધનીય છે કે  રિટેલ મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં ૧૫ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. રિટેલ મોંઘવારીનો દર વધીને હવે ૪.૮૮ ટકાના દરે પહોંચી ગયો છે. જ્યારે નિષ્ણાંતો દ્વારા રીટેલ ફુગાવાનો દર ૪.૨દ ટકા રહેવાની વાત કરી હતી. રીટેલ મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો. ખાસ કરીને પુડ અને ફ્યુઅલ પ્રોડક્ટસની કિંમતમાં વધારો થયો છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આઇઆઇપી ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને ૨.૨ ટકા થઇ ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૮ ટકા રહ્યો હતો.મંગળવારના દિવસે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા સ્પષ્ટ કરે છે કે નવેમ્બરમાં મોંઘવારી આરબીઆઇના મિડ ટર્મ ટાર્ગેટ ચાર ટકાથી વધારે થઇ ગઇ છે. આ મોંઘવારીના કારણે ફુડ પ્રાઇસની કિંમતો વધી છે. સીએફપીઆઇ અથવા તો ખાદ્ય  મોંઘવારીનો દર ૪.૪૨ ટકા રહ્યો  છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં આ ાંકડો ૧.૯૦ ટકા હતો. શાકભાજીની કિંમતમાં વધારો થવાની અસર અપેક્ષા કરતા વધારે રહી છે. ડબલ્યુપીઆઈ ફુગાવો આઠ મહિનાની ઉંચી સપાટીએ  છે.

(8:46 pm IST)