મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

હાર્દિકની સભાઓ સફળ પણ તેનો અર્થ એ નથી કે બધા ભાજપની વિરૂધ્ધ મતદાન કરેઃ વિચારવાની બાબત

સભામાં કોઇને સાંભળવા જવું અને મત આપવા જવું જુદી વાત છેઃ રાજકિય પંડિતો શું માને છે?

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની બોલબાલા રહી હતી. તેની સભામાં જંગી મેદની ઉમટી પડતી હતી અને એ જોઇને ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે હાર્દિક પટેલની સભામાં ઉમટેલી જનમેદની આજે મતમાં પરિવર્તિત થશે કે કેમ એ પ્રશ્ન ઉઠયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આ વખતે હાર્દિક પટેલ હોટ ફેવરિટ બની ગયો હતો. તેની જાહેર સભાઓ જ્યાં યોજાય ત્યાં લોકો સ્વયંભૂ ઊમટી પડતા હતા. પાટીદારો માટે અનામતની લડાઇ લડી રહેલા આ પાટીદાર નવયુવાને જાહેર સભાઓમાં કાઠું કાઢીને ભાજપની રીતસરની હંફાવી દીધી હતી. જાહેર સભાઓમાં માત્ર પાટીદારો માટે અનામત કે શિક્ષણની વાત જ નહી, તમામ વર્ગના બેરોજગાર યુવાનો, ખેડૂતો તેમજ મહિલા વર્ગની વાત મુદ્દાસર રીતે છેડીને એની દાખલા - દલીલો

(10:09 am IST)