મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

જુલાઇ પછી સૌથી સસ્તાં થયા સોનાના ભાવ

મુંબઇ તા. ૧૪ : સોનાની કિંમત બુધવારે પાંચ મહિનાનાં સૌથી નીચલા સ્તર પર આવી છે. અમેરિકન કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધવાની આશંકામાં સોનું સૌથી સસ્તું થયું છે.

ફેડરલ રિઝર્વ ૨૦૧૭માં બે વાર વ્યાજદર વધારી ચૂકયું છે અને આવતાં વર્ષે ફરી ત્રણ વાર વ્યાજદર ઘટાડે તેવું અનુમાન છે. ભારતીય સમય દરમિયાન દિવસમાં ૧ૅં૨૫ કલાકે સ્પોટ ગોલ્ડ ૦.૧ તૂટીને ૧,૨૪૨.૧૮ ડોલર પ્રતિ ઔંસ પર આવ્યો છે.

આ મંગળવારના ૧,૨૩૫.૯૨ ડોલર પ્રતિ ઔંસની નજીક હતો. જે ૨૦ જુલાઇ પછી ગોલ્ડનું સૌથી નીચેનું સ્તર હતું. યુએસ ગોલ્ડ ફયૂચર્સ ૦.૨ ટકા વધીને ૧,૨૪૩.૯૦ ડોલર પ્રતિ ઔંસ રહેશે. આ ઉપરાંત બુધવારે યુએસ સ્ટોક ફયૂચર્સ, ટ્રેઝરી યીલ્ડ્સ અને ડોલરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.(૨૧.૮)

 

(9:31 am IST)