મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે... માલિક બનવુ

ભાષા વિના સમાજનું કોઇ અસ્તિત્વ જ નથી અને ભાષાની જરૃરત છે. પરંતુ અસ્તિત્વને એની કોઇ જરૃરત નથી. હું એમ માની કહેતો કે તમારે ભાષા વગર રહેવું જોઇએ તમારે ભાષા વગર રહેવું જોઇએ તમારે એનો પ્રયોગ તો કરવો જ પડે. પરંતુ તમારે જરૃરત એ છે કે તમે એના શબ્દો પ્રતિ સમજવાની યાંત્રિકતાનું ઘુમાવવા માટે સમર્થ થઇને એને ચલાવી શકો કે બંધ કરી શકો.

જયારે તમે એક સામાજિક પ્રાણીની જેમ રહો છો, ત્યારે ભાષાની જરૃરત છે. પરંતુ જયારે તમે અસ્તિત્વની  સાથે એકલા છો, ત્યારે તમારી પાસે એનું બટન 'ઓફ' કરવાની યોગ્યતા હોવી જોઇએ જો તમે બટન ઘુમાવીને એને બંધ કરી શકો-અને જો એ ખુલ્લુ જ રહે, અને તમે એને બંધ કરવા સમર્થ નથી ત્યારે તમારે એના ગુલામ બનવું જ પડશે. મસ્તકને એક યંત્ર જ બની રહેવું જોઇએ, માલિક નહી.

જયારે મસ્તક કે મન માલિક બની જાય છે, તો ધ્યાન વગરની સ્થિતિ બની જાય છે. જયારે માલિક તમે હો છો, તમારી ચેતના માલિક હોય છે, તો એક ધ્યાનપૂર્ણ દશા અસ્તિત્વમાં આવે છે, એટલા માટે ધ્યાનનો અર્થ છે, મનના યંત્રના માલિક બનવું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(8:50 am IST)