મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્‍યોએ સંગીત સંધ્‍યાનું કરેલું ભવ્‍ય આયોજન : આગામી જુન માસમાં સંસ્‍થાના દશાબ્‍દી મહોત્‍સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે : સીનીયર ભાઇ બહેનોમાં અનેરા આનંદની ઉત્‍સાહની લાગણીઓ પ્રસરી રહેલ છે : દશાબ્‍દી મહોત્‍સવની ઉજવણી પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમો ઉજવાશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ(શિકાગો) : શિકાગો નજીક ડેસપ્‍લેઇન્‍સ ટાઉનમાં સીનીયરોની એક સંસ્‍થા યુનાઇટેડ  સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્‍થા કાર્યવંત છે અને તે સભ્‍યોની એક માસિક સભા વીલીંગ ટાઉનમાં આવેલ સ્‍વામી નારાયણ મંદિરના વિશાળ હોલમાં યોજવામાં આવી હતી જેમાં આશરે ૩૦૦ જેટલા સભ્‍યોએ હાજરી આપી હતી. આ માસિક સભાનું પ્રમુખસ્‍થાન સંસ્‍થાના પ્રમુખ રમણભાઇ પટેલે સંભાળ્‍યું હતું જયારે મુખ્‍ય મહેમાન તરીકે ટ્રાન્‍સીસન રોમ હેલ્‍થના સીઇઓ અને ચેરમેન ચિરાગભાઇ હાજર રહયા હતા.

માસિક સભાની શરૂઆતમાં દિપ પ્રાગટયની વિધિ કરવામાં આવી હતી જેમાં મુખ્‍ય મહેમાન પ્રમુખશ્રી રમણભાઇ પટેલ, હસમુખભાઇ સોની તથા રમેશ ચોકસીએ ભાગ લીધો હતો. ત્‍યાર બાદ સંસ્‍થાના સેક્રેટરી રમેશભાઇએ સૌ સભ્‍યો તથા મહેમાનો અને અન્‍ય જનોને આવકાર આપીને આખા વર્ષ દરમ્‍યાન  આ સંસ્‍થા ધ્‍વારા સભ્‍યો માટે જે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી તેનો આછેરો ખ્‍યાલ આપ્‍યો હતો.

 

આવકારની વિધિ પૂર્ણ થયા બાદ આ પ્રસંગે જે સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું તેના સ્‍થાનિક કલાકારો નલીનીબેન પરીખે પોતાના સુંદર મધુર સ્‍વરોમાં સંગીતની રજુઆત કરતાં તમામ જગ્‍યાએ સંગીતમય વાતાવરણનું સર્જન થવા પામ્‍યું હતું. અને તેમની સાથે ઇશાને પણ સુંદર ગીતોની સાથે સાથે કોમેડી કાર્યક્રમ પણ રજુ કરતાં સીનીયર ભાઇ બહેનોને અતિ આનંદ આપ્‍યો હતો.

 

આ પ્રસંગે  ડીસેમ્‍બર મહિનામાં જે સભ્‍યોની બર્થ ડે આવતી હોય તેઓની શાનદાર રીતે બર્થ ડેની ઉજવણી કરી હતી અને  સૌને બર્થ ડે નિમિતે અભિનંદન આપવમાં આવ્‍યા હતા. સંસ્‍થના પ્રમુખ રમણભાઇ પટેલે પણ આ પ્રસંગે પ્રવચન કરી સંસ્‍થા ધ્‍વારા થયેલા કાર્યોની રજુઆત કરવામાં આવી હતી અને આવતા વર્ષે આ સંસ્‍થા ધ્‍વારા દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી જે દશાબ્‍દી મહોત્‍સવની ઉજવણી થનાર છે તેમાં ભાગ લેવો આમ્રભરી વિનંતી કરી હતી.

મુખ્‍ય મહેમાન તરીકે પધારેલા ચિરાગભાઇ શાહે પણ સૌ સીનીયર સભ્‍યો કે જેઓ સંસ્‍થા માટે કાર્ય કરી રહેલા છે તેઓને બિરદાવી વધુને વધુ કાર્ય કરવા પ્રોત્‍સાહીત કર્યા હતા અને હરહંમેશ તેઓ સીનીયરોની પડખે રહશે એવી કરેલઇ જાહેરાતને સૌ સભ્‍યોએ આવકારી હતી. કાર્યક્રમના અંતમાં આ સંસ્‍થાના ટ્રેઝરર હસમુખભાઇ સોનીએ આભાર વિધી કરી હતી. તેમજ ડેસાબેઇન્‍સના જાણીતા વિડિયો તેમજ ફોટોગ્રાફર જતીનભાઇ શાહે સીનીયરો માટે સ્‍વેછીક રીતે ફોટોગ્રાફી કરી હતી તેથી સર્વે લોકોમાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપ્‍યા બાદ આ માસિક સભા પૂર્ણ થઇ હતી.

(9:15 pm IST)