મુખ્ય સમાચાર
News of Thursday, 14th November 2019

કર્ણાટક પેટાચૂંટણી માટે ૧૩ અસંતુષ્ટોને ભાજપની ટિકિટ

પાંચમી ડિસેમ્બરના દિવસે પેટાચૂંટણી યોજાશે : સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા : પેટાચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય ગરમી

બેંગ્લોર, તા. ૧૪ : ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક પેટાચૂંટણી માટે પોતાના ૧૩ ઉમેદવારોની યાદી આજે જાહેર કરી હતી. આ યાદીમાં જે પ્રમુખ નામને જગ્યા મળી છે તેમાં કે સુધાકર, બીસી પાટિલ, શિવરામ હેબ્બર, આનંદસિંહ સહિત અનેક નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારો કોંગ્રેસ અને જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો છે અને આજે જ આ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા. આ પહેલા કર્ણાટક કોંગ્રેસ અને જેડીએસના ૧૫ ધારાસભ્યો ગુરુવારના દિવસે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. રાજ્યમાં પાંચમી ડિસેમ્બરના દિવસે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. હાલમાં શિવાજીનગરથી કોંગ્રેસના અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસભ્ય આર રોશનબેગ ગુરુવારના દિવસે ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ભાજપના સુત્રોએ બેગને લઇને પાર્ટીનેતૃત્વ દ્વારા વાંધો ઉઠાવવાને લઇને કારણો આપ્યા હતા. બેગની સામે આઈએમએ પોંજી કૌભાંડ મામલામાં તપાસ ચાલી રહી છે.

                       રસપ્રદ બાબત એ છે કે, સાત વખતના ધારાસભ્ય રહેલા બેગે બુધવારના દિવસે જ દાવો કર્યો હતો કે, તેઓ અન્ય ધારાસભ્યોની સાથે ભાજપમાં જોડાઈ જશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ૧૭ અસંતુષ્ટ ધારાસભ્યોને રાહત આપીને તેમને પેટાચૂંટણી લડવાની મંજુરી આપી દીધી હતી. કોર્ટે કર્ણાટક વિધાનસભાના તત્કાલિન સ્પીકર દ્વારા ધારાસભ્યોની અયોગ્યતાના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. કોર્ટનું કહેવું છે કે, અયોગ્યતા અચોક્કસ મુદ્દત માટે રહી શકે નહીં. આ અસંતુષ્ટો પૈકી ૧૪ ધારાસભ્યો કોંગ્રેસના અને ત્રણ ધારાસભ્ય જેડીએસના રહેલા છે. સુપ્રીમ કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી ઉપર સુનાવણી કરતી વેળા પોતાનો ચુકાદો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ૧૭ અયોગ્ય ધારાસભ્યોને ગઇકાલે રાહત આપી હતી. સાથે સાથે તેમને ચૂંટણી લડવાની મંજુરી આપી દીધી છે. જો કે કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો હતો. કોર્ટનુ કહેવુ હતું કે અયોગ્યતા અચોક્કસ મુદ્દત માટે હોઇ શકે નહીં. અત્રે નોંધનીય છે કે કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર ૨૫મી ઓક્ટોબરના દિવસે સુનાવણી બાદ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ કેઆર રમેશ કુમારને અયોગ્ય જાહેર કરવામા ંઆવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપમાં સામેલ થવા અસંતુષ્ટો દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી.

(7:58 pm IST)