મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

16મી નવેમ્બરે ખુલશે સબરીમાલા મંદિર: સુરક્ષામાં વધારો : 10 હજાર પોલીસ જવાનો તૈનાત કરાયા

સુપ્રીમકોર્ટ મંદિર બાબતે 65 પુનર્વિચાર અરજી પર પોતાનો નિર્ણય આપશે

 

નવી દિલ્હી : સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

  મામલે મંદિરની સુરક્ષા વધારી દેવાઈ છે. 10 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. 16 નવેમ્બરના રોજ સાંજના સમયે મંદિરના દરવાજાઓ ખોલવામાં આવશે. સબરીમાલા ખાતે સુરક્ષાને લઈને સીએમ પોતે સુરક્ષા પર નજર રાખી રહ્યાં છે.

  સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ નિયમને હટાવી લીધો હતો જેમાં કહેવામાં આવ્યું કે 10 વર્ષથી લઈને 50 વર્ષની મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકે. જૂની પરંપરાને સુપ્રીમકોર્ટે અસંવિધાનિક ગણાવી દીધી હતી અને મહિલાઓ માટે મંદિરનો રસ્તો ખોલી દીધો હતો. આદેશ બાદ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને તેમાં હિંસા થઈ હતી.

  વખતે કોઈ આવી ઘટના ના બને તે માટે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. 10 હજાર પોલીસજવાનોની ફોર્સને મંદિરની સુરક્ષામાં ખડકી દેવાઈ છે. સુપ્રીમકોર્ટ મંદિર બાબતે 65 પુનર્વિચાર અરજી પર પોતાનો નિર્ણય આપશે.

(12:23 am IST)