મુખ્ય સમાચાર
News of Wednesday, 14th November 2018

રાજસ્થાનમાં પણ બગાવતનો અવાજ બુલંદઃ અનેક મંત્રીઓની ટીકીટ કપાઇઃ વસુંધરા માટે કપરા ચઢાણ

મધ્યપ્રદેશમાં સત્તા વિરોધી લહેર બાદ વધુ એક ભાજપ શાસીત રાજય

 જયપુરઃ ભારતીય જનતા પાર્ટી હાલ ૩ રાજયોમાં યોજાનાર ધારાસભાની ચુંટણીમાં બગાવતના સુરના કારણે ભારે પરેશાન છે. ભાજપની મુખ્ય રણનીતી વિરોધીઓ કરતા પોતાના બગાયતી નેતાઓ વિરૂધ્ધ વધુ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં સત્તા વિરોધી લહેર બાદ વસુંધરા રાજે સરકારના રાજસ્થાનમાં પણ પાર્ટીના ઉમેદવારોની પહેલી યાદી  જાહેર થતા જ પાર્ટી નેતાઓએ બગાયતી સુર ચાલુ કર્યા છે. બગાયતી નેતાઓની સંખ્યામાં સતત વધારો થતો હોય ભાજપના આલા પદાધીકારીઓએ આ મુદે બીજી યાદી પહેલા મંથન બેઠક બોલાવી છેે. જેમાં ટીકીટ કપાવાથી નારાજ નેતાઓ ઉપર કાબુ મેળવવા રણનીતી ઘડાશે.

 રાજસ્થાનના મંત્રી મંડળના સામેલ સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણ શરાફ, માર્ગ મંત્રી યુનુસ ખાન, દેવસ્થાન મંત્રી રાજકુમાર, ઉદ્યોગ મંત્રી રાજપાલસિંહ શેખાવત પહેલી યાદીમાં સ્થાન નથી મળ્યું

(2:45 pm IST)