મુખ્ય સમાચાર
News of Wednesday, 14th November 2018

માત્ર 87 લોકો પાસે પબ્લિક સેક્ટર બેન્કના 85 હજાર કરોડ બાકી ! :નામ જાહેર કરવા ફરી સુપ્રિમકોર્ટનું કહેણ

RBIએ બેંકો માટે નહીં પરંતુ દેશની ભલાઈ માટે કામ કરવું જોઈએ;સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે ભારતીય રિઝર્વ બેન્કના એ લોકો વિશે જાણકારી માંગી હતી જેના પર 500 કરોડથી વધારેની લોન બાકી હોય. જાણકારીમાં એ વાત બહાર આવી કે માત્ર 87 લોકો પર પબ્લિક સૅક્ટર બેંકના 85 હજાર કરોડ રૂપિયા બાકી છે. આ સંબંધ  સુપ્રીમ કોર્ટે RBIને આ લોકોના નામ સાર્વજનિક કરવા માટે જણાવ્યું છે.

સુપ્રીમે કહ્યું કે RBIએ બેંકો માટે નહીં પરંતુ દેશની ભલાઈ માટે કામ કરવું જોઈએ અને સૌથી મોટા ડિફોલ્ટરોના નામ સામે લાવવા જોઈએ.

  ભારતના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરે RBI દ્વારા સોંપાયેલી લૉનધારકોનું એક લિસ્ટ વાંચ્યા બાદ આ ખુલાસો કર્યો કે આવા 87 લોકો છે જેના પર બેંકોના 500 કરોડથી વધારે રૂપિયા બાકી છે. આ રીતે જોવા જઈએ તો આ લોકો પર કુલ 85000 કરોડ રૂપિયા બાકી છે. સુપ્રીમ કોર્ટની આ બૅન્ચે કહ્યું કે અમે 500 કરોડથી વધારે હોય તેવા દેવાદારોની યાદી માંગી હતી તો આ આંકડો સામે આવ્યો છે. જો અમે તેનાથી નીચે જઈએ તો આ આંકડો એક લાખ કરોડથી પણ વધારે હોત.

(9:46 am IST)