મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

ગરબે કી રાત ગીતમાં વિવાદ વકરતા બૉલીવુડ કલાકાર રાહુલ વૈદ્યે માંગી માફી: કહ્યું - મને 3 દિવસનો સમય આપો

રાહુલે કહ્યું જેની લાગણી દુભાઈ હોય તો તેની માફી મંગુ છું , મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શનિ-રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે.મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો

અમદાવાદ :  ગરબાના ગીત 'ગરબે કી રાત'ને લઇને વિવાદે જોર પકડતા બૉલીવુડ કલાકાર રાહુલ  વૈદ્યએ માફી માંગતા કહ્યું છે કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નથી હોતો, આ ભૂલ અજાણતા થઇ છે જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગુ છું.

'ગરબે કી રાત' ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.ગીતમાં 'રમવા આવો માંડી રમવા આવો આજ માત મેલડી રમવા આવો, રમવા આવો માંડી રમવા આવો આજ માત મોગલ માંડી રમવા આવો' તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે.  આ લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે નીયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે જેનો મોટા પાયે વિરોધ થતાં રાહુલ વૈદ્યએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી આ માફી માંગતા કર્યું છે કે માતાની ભક્તિને ધ્યાને લઇ મે ગીત બનાવ્યું હતું, કોઇની ભાવના કે કોઇને ઠેંસ પહોંચાડવાનો ઇરાદો નથી હોતો, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શનિ-રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે.મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો

'ગરબે કી રાત' ગીતના સિંગર ભૂમિ ત્રિવેદી છે જ્યારે ગીતની રાહુલ શેટ્ટી દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવી છે તેમજ  રાહુલ વૈદ્ય અને નીયા શર્મા ગીતમાં ડાન્સ કરે છે.

(10:26 pm IST)