મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

કર્મચારીઓને ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ આપી દેવાયો

Air India ના કર્મચારીઓ પર આવ્યું મોટું સંકટ : ડિસઇન્વેસ્ટમેન્ટ ડીલની છેલ્લી તારીખના છ મહિનાની અંદર મુંબઈના કાલિનામાં રહેઠાણ છોડી દેવા કહેવાયું

નવી દિલ્હી, તા.૧૪ :એર ઇન્ડિયાના કર્મચારીઓને નોટિસ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, તેઓ ડિસઇન્વેસ્ટમેન્ટ ડીલની છેલ્લી તારીખના છ મહિનાની અંદર મુંબઈના કાલિનામાં રહેઠાણ છોડી દે.એર ઇન્ડિયાની હરાજી બાદ તેના કર્મચારીઓ પર સંકટનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. કંપનીના કર્મચારીઓને ક્વાર્ટર્સ છોડવાની નોટિસ આપવામાં આવી છે. જેના કારણે કામદાર સંગઠનો રોષે ભરાયા છે અને હડતાળની ચીમકી આપી છે. કર્મચારીઓને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓએ એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપ વચ્ચેના ડિસઇન્વેસ્ટમેન્ટ ડીલની છેલ્લી તારીખથી છ મહિનાની અંદર મુંબઇના કલિનામાં રહેઠાણ છોડી દે. આ નોટિસ મળ્યા બાદથી એર ઇન્ડિયાના કર્મચારીઓમાં ભયનો માહોલ છે. આ પછી, એર ઈન્ડિયા યુનિયનોની સંયુક્ત કાર્યવાહી સમિતિ એ બુધવારે મુંબઈ પ્રાદેશિક શ્રમ કમિશનરને જવાબમાં નોટિસ આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય સામે કર્મચારીઓ ૨ નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. નિયમો અનુસાર, હડતાળ પર જતા પહેલા, યુનિયને ૨ અઠવાડિયા અગાઉ નોટિસ આપવાની હોય છે.

મુંબઈના કાલિનામાં આવેલી કોલોનીમાં રહી રહેલા એર ઈન્ડિયાના કર્મચારીયોને ૫ ઓક્ટોબરે એક નોટિસ મળી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું કે, ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ સુધી લખિને આપે કે, એરલાઈન્સનું ખાનગીકરણ થયાના ૬ મહિનાની અંદર રહેણાક ખાલી કરી દે.  જણાવી દઈએ કે એર ઈન્ડિયાની રોતાની કોલીની મુંબઈના કલિના અને દિલ્લીના ઉબેર પોસ વિસ્તારમાં છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસારઆ નોટિસ બન્ને સ્થાન માટે છે. કર્મચારી યૂનિયનના પદાધિકારી આ મુદ્દા પર રોજ બેઠકો કરી રહ્યા છે. તેમને જણાવ્યું છે કે તે સંયુક્ત રીતે હડતાળ પર જવાનો નિર્ણય લઈ શકે છે.

(8:56 pm IST)