મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપ.બેન્ક મની લોન્ડરિંગ કેસ : નાદુરસ્ત તબિયતના બહાને રાકેશ વઢવાણાએ કરેલી જામીન અરજી બોમ્બે હાઇકોર્ટે ફગાવી

મુંબઈ : હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) ના સ્થાપક,  રાકેશ વઢવાણાએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપ.બેન્ક (PMC) બેંક સાથેના કરોડો રૂપિયાની છેતરપિંડી કેસના સંબંધમાં કરેલી જામીન અરજી બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે.

 વઢવાણાએ તેની ઉમર વધતા આરોગ્યને લગતી તકલીફો ધ્યાનમાં રાખીને મુક્તિની માંગ કરી હતી.કરોડોના પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (પીએમસી) બેંક ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

હાલમાં કેઈએમ હોસ્પિટલમાં દાખલ, વઢવાણાએ  ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર માંગી હતી કારણ કે કેઈએમ પાસે તેની સારવાર માટે કાર્ડિયાક કેર સુવિધા ન હતી. કોર્ટના નિર્દેશ પર, સરકારી વકીલ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વઢવાણાને પેસમેકર પ્રત્યારોપણની જરૂર છે.

મંગળવારે વઢવાણા તરફથી હાજર રહેલા એડવોકેટ એ બોબડેએ કોર્ટને જાણ કરી હતી કે તેનું પહેલેથી જ કેઈએમ માં ઓપરેશન થઈ ચૂક્યું છે અને પેસમેકર લગાવવામાં આવ્યું છે. જો કે, તેમણે એક ખાનગી હોસ્પિટલમાં જવાની મુક્તિ માટે પ્રાર્થના કરી હતી જેમાં કાર્ડિયાક કેર યુનિટ છે. જવાબમાં, રાજ્યએ કોર્ટને જાણ કરી કે કેઇએમ એક સપ્તાહની અંદર કાર્ડિયાક ફેસિલિટી સ્થાપશે અને તેથી તેની મુક્તિ જરૂરી નથી.આથી નામદાર કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)