મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં રમખાણ: હિન્દૂ મંદિરમાં તોડફોડ બાદ :3 લોકોના મોત : 22 જિલ્લામાં પેરામિલિટ્રી ફોર્સ તૈનાત

ચાંદપુરના હાજીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કૉકસ બજારના પેકુઆમાં મંદિરમાં તોડફોડ

ઢાકા ;બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અમાનવીય વ્યવહાર ફરી એક વખત સામે આવ્યો છે. અહી દુર્ગાપૂજા દરમિયાન હિન્દૂ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી કે રમખાણ ફાટી નીકળ્યા છે. આ રમખાણમાં ત્રણ લોકોના માર્યા જવાના અને કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર છે. સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે બાંગ્લાદેશ સરકારે 22 જિલ્લામાં પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરી દીધી છે.

બાંગ્લાદેશી ન્યૂઝ પોર્ટલ અનુસાર, ઢાકાથી આશરે 100 કિલોમીટરના અંતરે કમિલા નામની જગ્યા પર ઇશનિંદાના આરોપ બાદ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. સમાચાર અનુસાર, હિંસક અથડામણ વધતા જોઇ પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ચાંદપુરના હાજીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કૉકસ બજારના પેકુઆમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

સ્થિતિ નિયંત્રણ બહાર જતા એક પછી એક કેટલાક દુર્ગા પૂજા સ્થળો પર રમખાણ ભડકવા લાગ્યા હતા. રમખાણમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ત્રણ મોત ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ દરમિયાન થયા હતા.

કેન્દ્રીય ધાર્મિક મંત્રાલયે એક ઇમરજન્સી નોટિસ જાહેર કરી જનતાને કાયદો પોતાના હાથમાં ના લેવાની અપીલ કરી છે. તંત્રએ સામાન્ય લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યુ કે ગુનેગારોને છોડવામાં નહી આવે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અધિકારીઓને ગુનેગારોને જલ્દી પકડવાના આદેશ આપ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, સ્થિતિ હાથમાંથી બહાર જતા જોઇ બાંગ્લાદેશ સરકારે દેશની પોલીસ રેપિડ એક્શન બટાલિયન (RAB)ની એન્ટી ટેરરિજમ યૂનિટ અને પેરામિલિટ્રી ફોર્સને તૈનાત કરી દીધી છે.

(7:51 pm IST)