મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

મારા જમાઈને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવાયો છે

મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ કહ્યું : એનસીપી પ્રવક્તા નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી પર આકરા પ્રહાર કર્યા

મુંબઈ, તા.૧૪ : મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના  પ્રવક્તા નવાબ મલિકની સુરક્ષા વધારવામાં આવી છે. તેમની સુરક્ષા Y શ્રેણીથી વધારીને Y પ્લસ કરવામાં આવી છે. હવે તેમની સુરક્ષામાં ૪ સિપાઈ રહેશે. આ અગાઉ તેમની સાથે એક બોડી ગાર્ડ રહેતો હતો. અત્રે જણાવવાનું કે નવાબ મલિકે દ્ગઝ્રમ્ ની ડ્રગ્સ પાર્ટીની તપાસમાં અનિયમિતતાને લઈને અનેક નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ તેમને ફોન પર ધમકીઓ મળી રહી છે.

નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મે છેલ્લા કેટલાક સમયમાં NCB ની અનેક વાતો ઉજાગર કરી છે. મારી સાથે તે વાતનો બદલો લેવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના લોકો કહી રહ્યા છે કે નવા મલિકનો જમાઈ (સમીર ખાન) ડ્રગ ડીલર છે. મારા પર અનેક પ્રકારના રાજનીતિક હુમલા થઈ રહ્યા છે. મારા જમાઈને દ્ગઝ્રમ્ એ ફસાવ્યો છે. મારા જમાઈનું નામ ડ્રગ મામલે આવ્યા બાદ મારા પર ભાત ભાતની કમેન્ટ થઈ રહી છે. મારી દીકરી ટ્રોમામાં હતી, તેના નાના નાના દીકરાઓના દિમાગ પર તેની ખરાબ અસર થઈ.

NCP નેતાએ  કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ)એ મારા પર હુમલો કર્યો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારથી મે મનીષ ભાનુશાળી અને ભાજપ સાથે તેમના સંબંધનો મામલો ઉઠાવ્યો ત્યારબાદ ભાજપ મારા પર પ્રહાર કરી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલીવુડમાં શરૂ થયેલા ડ્રગ્સની તપાસ દરમિયાન એનસીબીએ નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ ધરપકડ કરી હતી. આઠ મહિનાથી વધુ સમય જેલમાં રહ્યા બાદ થોડા દિવસ પહેલા જ તેને જામીન મળ્યા હતા. એનસીપી નેતાએ કહ્યું કે જાન્યુઆીરમાં શાહિસ્તા ફર્નીચરવાલાની ધરપકડ બાદ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, બેંગ્લુરુ, મુચ્છડપાનવાળાના ત્યાં રેડ પડી હતી. રામપુરમાં પણ દરોડો પડ્યો. જેનો સંબંધ મારા જમાઈ સાથે હોવાનું કહેવાયું.

મારા જમાઈને ફસાવવામાં આવ્યો છે. દ્ગઝ્રમ્ એ જે ૨૦૦ કિલો ગાંજો જણાવ્યો હતો તે હકીકતમાં થોડો મારિજુઆના (સાડા સાત ગ્રામ) હતો જે શાઈસ્તા ફર્નીચરવાલા પાસેથી મળ્યો હતો. જે પકડાયું તે  હર્બલ તમાકુ હતું. સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી એજન્સી NCB તમાકુ અને ગાંજામાં ફરક નથી કરી શકતી.' આ બાજુ એવી પણ માહિતી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ નવાબ મલિકના જમાઈના જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા સમીર ખાનને તાજેતરમાં જ જામીન મળ્યા હતા.

(7:25 pm IST)