મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલાઃ દુર્ગા પુજા દરમિયાન મંદિરો અને પંડાલો નિશાના ઉપર : ગોળીબારમાં ત્રણ મોત

ઢાકા : બાંગલાદેશમાં ફરી એક વખત હિન્દુ લઘુમતીઓ ઉપર અત્યાચારો થયાના અહેવાલો સામે આવ્યા છે. ચાંદીપુર જિલ્લામાં હિન્દુ મંદિર ઉપર હુમલો થયો છે. જે દરમિયાન અનેક રાઉન્ડ ફાયરીંગ પણ થયુ. જેમાં ત્રણ હિન્દુઓના મોત થયા છે. અષ્ટમી દરમિયાન મુર્તિ વિસર્જનના પ્રસંગે અનેક પુજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી અને હિંદુઓને માર મારવામાં આવ્યો, અનેક દુર્ગા પંડાલોમાં કટ્ટરપંથીઓ તોડફોડ કરી છે. જયારે વિરોધ કરવામાં આવ્યો તો તેઓએ ફાયરીંગ કર્યુ હતુ.

(3:48 pm IST)