મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

'ભયાનક' બન્યુ ચિપ સંકટઃ કારના વેંચાણમાં ૪૧ ટકાનો ધરખમ ઘટાડો

નવી દિલ્હી : વિશ્વભરમાં સેમી કન્ડકટર (ચીપ) ની અછતનું સંકટ ભયાનક સ્વરૂપ પકડી રહ્યુ છે. જેના કારણે ઓટો ઉદ્યોગના વેંચાણને માઠી અસર થઇ છેઃ દેશમાં કાર બનાવતી કંપનીઓના સંગર, એસઆઇએએમએ સપ્ટેમ્બરના વેંચાણના આંકડા જારી કર્યા જે ડરામણા છેઃ સપ્ટે.માં બધી ઓટો કંપનીઓએ ૧૬૦૦૭૦ પેસેન્જર વ્હીકલ્સનું વેંચાણ કર્યુ છે. જે ગયા વર્ષે કોરોના છતાં સપ્ટે.ના ર,૭ર,૦ર૭ વ્હીકલના વેંચાણથી ૪૧.ર ટકા ઓછું છે. ડોમેસ્ટીક બજારમાં પણ પેસેન્જર વ્હીકલ્સનું વેંચાણ ઓગસ્ટ કરતાં ૩૦.૭ ટકા ઘટયું છે. ટુ વ્હીલર ક્ષેત્રે પણ વેંચાણ ઘટયું છે ઉત્પાદન પણ ઘટયું છે.

(3:46 pm IST)