મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

સામાજિક અંતર નહી રાખવાથી ૨૫ ટકા રસીની અસર ઘટી

સર્વેમાં કરાયો ખુલાસો

નવી દિલ્હી તા. ૧૪ : સામાજિક અંતર ઘટાડવા ડેલ્ટા વેરિએન્ટનાકેસ વધવાથી અને માસ્ક ન લગાવાથીરસીની અસર ૨૫ ટકા સુધી ઘટી ગઈ છે. ન્યુયોર્કના સ્વાસ્થ્ય વિભાગે એક અધ્યયનમાં આ દાવો કર્યો છે.

ન્યુયોર્કમાં એક મેથી ૨૮ ઓગસ્ટ ૨૦૨૧ વચ્ચે ૮૮ લાખ વયસ્કોનેસર્વેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દરમ્યાનરસીકરણ, તપાસ અને હોસ્પિટલમાં ભરતી થતા દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટના વધારા દરમ્યાનરસીની પ્રભાવશીલતાઘટી ગઈ છે. પરંતુ રસી હોસ્પિટલમાં ભરતી થવાથીરોકવામાં ૯૦ ટકા પ્રભાવી રહી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે ન્યુયોર્કમાં કોરોના પ્રોટોકલબદલવાથી બ્રેકથ્રુ મામલામા વધારો થયો છે. ગરમીઓમાં સીડીસીએ નવીગાઈડલાઈન શરૂ કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો રસીના બન્ને ડોઝ લઇ ચુકયા છે. તેઓ સાર્વજનિક સ્થળો પર માસ્ક વગર જય શકે છે. ત્યાર બાદવધુમાં વધુ ન્યુયોર્કના લોકોએઇન્દોર ગતિવિધિઓમાં ભાગ લીધો.

(3:12 pm IST)