મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

ભાવ વધારાથી લોકો ત્રાહિમામઃ સુપ્રિમ કોર્ટના જસ્ટિસની આગેવાનીમાં ભાવ નિર્ધારણ પંચની રચના કરવાની માંગ

કેન્દ્ર અને રાજય સરકારો મોંઘવારી અને ભાવ વધારાને નિયંત્રણમાં લેવામાં સંપૂર્ણ નિષ્ફળઃ પેટ્રોલ, ડીઝલ, સીએજી, પીએનજી, એલપીજી અને રસોઇ ગેસના બાટલાનો બેફામ ભાવ વધારાએ ગ્રાહકોની કમર તોડીઃ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિએ લડતની ચીમકી ઉચ્ચારી

  અમદાવાદઃ છેલ્લાં કેટલાંક સમયથી પેટ્રોલ, ડિઝલથી માંડીને ગેસનો બાટલા ઉપરાંત સીએનજી,પીએન.જીમાં થઇ રહેલાં  વધારાના કારણે ચોતરફ બૂમરેગ મચી જવા પામી છે. ત્યારે વીજળી તેમજ શાળાની ફીની માફક આ ચીજવસ્તુના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સુપ્રિમ કોર્ટના જસ્ટિસની આગેવાનીમાં ભાવ નિર્ધારણ પંચની રચના કરવાની માંગ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખશ્રી મુકેશ પરીખે કરી છે. જો આ માંગ સંતોષવામાં નહીં આવે તો ના છૂટકે લડત આપવી પડશે તેવી ચીમકી આપી છે. 

(3:11 pm IST)