મુખ્ય સમાચાર
News of Monday, 14th October 2019

મહારાષ્ટ્રમાં દેણુ વધી જતા ખેડુતે ગળાફાસો ખાધો

શિવસેનાના નેતા તિવારીની દરેક પક્ષોને ખેડુતોની સમસ્યાને ગંભીરતાથી લેવા અપીલ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના બુલઢાલા જીલ્લામાં ૩૮ વર્ષના ખેડુત રાજુએ ગઇકાલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. રાજુ ભાજપના ચૂંટણી પ્રચારવાળુ ટી-શર્ટ પહેરેલો ખટખેડ ગામમાં સવારે ઝાડની ડાળીએ લટકેલો મળ્યો હતો. આ ટી-શર્ટનું વિતરણ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતુ.

શિવસેનાના ખેડુત નેતા કિશોર તિવારીએ જણાવેલ કે આ ઘટના અત્યંત ગંભીર છે. તેમણે દરેક પક્ષોના ખેડુતોની સમસ્યાને ગંભીરતાથી લેવા અપીલ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજુ ઉપર મોટુ દેણું થઇ ગયેલ. તે કરજ ચુકવી શકવા સક્ષમ ન હોવાથી તેણે આ પગલુ ભર્યું હોવાનું અનુમાન કર્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં બુદેલખંડ માં મહોલા અને જાલૌન જીલ્લામાં પાક બરબાદ થવાના કારણે બે ખેડુતોએ પણ આયખુ ટુકાવ્યું હતુ.

(11:36 am IST)