મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

ભાગેડુ લલિત મોદીએ વિજય માલ્યાના વિવાદમાં કુદાવ્યું:જેટલીની સાંપ સાથે કરી તુલના :ખોટુ બોલવાની આદત હોવાનો કર્યો આરોપ

નવી દિલ્હી ;ભાગેડુ વિજય માલ્યાના વિવાદમાં ભાગેડુ લલિત મોદીની એન્ટ્રી થઈ છે. લલિત મોદીએ ટ્વિટ કરીને કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી પર નિશાન સાધ્યુ છે. લલિત મોદીએ અરૂણ જેટલીની તુલના સાંપ સાથે કરી અને જેટલીને ખોટુ બોલવાની આદત હોવાનો આરોપ લગાવ્યો છે

  લલિત મોદીએ વિજય માલ્યા અને અરૂણ જેટલીની કથિત મુલાકાત અંગે જણાવ્યુ કે, અરૂણ જેટલી માલ્યા સાથેની મુલાકાત અંગે ખોટુ બોલી રહ્યા છે. લલિત મોદીએ પોતાના ટ્વિટમાં વિજય માલ્યાને પણ ટેગ કર્યો હતો.

 પૂર્વ આઈપીએલ કમિશનર લલિત મોદી પર આઈપીએલના કોન્ટ્રાક્ટ આપવા માટે લાંચ લેવામાં આવી હોવાનો આરોપ છે. લલિત મોદી 2010માં ફરાર થયો હતો. હાલમાં તે લંડનમાં હોવાના દાવા કરાવમાં આવી રહ્યા છે.

(1:13 pm IST)