મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

ઓસ્ટ્રેલિયાના કેનબરા એરપોર્ટ પર થયું ગોળીબાર

કેનબરા એરપોર્ટ પર ગોળીબારીની ઘટના પછી મુખ્ય ટર્મિનલને ખાલી કરાવવામાં આવ્યું : એક વ્યક્તિની અટકાયત કરાઈ

નવી દિલ્લી તા.14 :  ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા એરપોર્ટમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગ બાદ એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ હતી. હાલ એરપોર્ટ ખાલી કરાવાયું છે. એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે કહ્યું, કેનબેરા એરપોર્ટ પર ગોળીબારની ઘટના બાદ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું હતું. સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં રહેલી વ્યક્તિ જ આ ઘટના માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

પોલીસે કહ્યું કે સીસીટીવી જોયા પછી અટકાયત કરવામાં આવેલી વ્યક્તિને આ ઘટના માટે જબાબદાર માનવામાં આવે છે. સાર્વજનિક સુરક્ષા માટે હાલ કોઇ ખતરો જોવા મળી રહ્યો નથી.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે પોલીસે કેનબરા એરપોર્ટની ઘટના પછી એક વ્યક્તિની ધરપકડની પૃષ્ટી કરી છે. પોલીસે કહ્યું કે આ ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયું નથી. એરપોર્ટના મુખ્ય ટર્મિનલ ભવનમાં ગોળીબારીની ઘટના પછી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ આ ઘટના માટે ફક્ત એક વ્યક્તિને જ જવાબદાર માની રહી છે અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

ફાયરિંગની ઘટના પછી કેનબરા એરપોર્ટના ટર્મિનલને ખાલી કરાવવામાં આવ્યું છે. એરપોર્ટ પર સ્થિતિ કાબુમાં બતાવવામાં આવી રહી છે. જ્યારે એસીટી પોલીસે પબ્લિકને આ સમયે એરપોર્ટ પર ન આવવા માટે કહ્યું છે. પોલીસે કહ્યું કે તે જલ્દી બની શકે તેમ કેનબરા એરપોર્ટથી ફરીથી ઉડાન શરુ કરવા માટે કામ કરી રહ્યા છે. આશા છે કે વિમાન સેવાઓ બપોર પછી શરુ થઇ જશે. વિમાનની ઉડાન હાલ રોકી દેવામાં આવી છે.

જુલાઇ મહિનામાં અમેરિકાના શહેર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડમાં ભાગ લઇ રહેલા લોકો પર એક શૂટરે ગોળીબાર કર્યો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી અને આ દરમિયાન વિવિધ સ્થળોએ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૂટરે ટેરેસ પરથી ગોળીબાર કર્યો હતો.

(8:40 pm IST)