મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

" મેઇડ ઈન ઇન્ડિયા " : જુલાઈ માસમાં આત્મનિર્ભર ભારતે 5 દેશોને 23 લાખ PPE કીટની નિકાસ કરી : કોરોના વાઇરસના કહેર વચ્ચેની આફતને અવસરમાં ફેરવી

ન્યુદિલ્હી : કોરોના વાઇરસના કહેર વચ્ચે વોલન્ટિયર્સને સુરક્ષા આપવા માટે ભારતે PPE  કીટનું ઉત્પાદન કર્યું એટલું જ નહીં આત્મનિર્ભર ભારતે 5 દેશોને પણ 23 લાખ કીટની નિકાસ કરી આફતને અવસરમાં ફેરવી હોવાનું સંચાર સૂત્રો દ્વારા જાણવા  મળે છે.
આમ ભારત મેડિકલ સુરક્ષા માટે આત્મનિર્ભર બન્યું છે.જે પાંચ દેશોને PPE   કીટની નિકાસ કરી તેમાં અમેરિકા ,બ્રિટન ,સંયુક્ત આરબ અમીરાત ,સેનેગલ ,તથા સ્લોવાનિયાનો સમાવેશ થાય છે.  આમ  PPE  કીટ બજારમાં ભારતે મજબૂત સ્થાન મેળવ્યું છે.

(5:23 pm IST)