મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

જમ્મુ- કાશ્મીર અને ઉત્તર પ્રદેશની પોલીસ ટોપ-૩માં સામેલ

ગૃહ મંત્રાયલયે વીરતા પુરસ્કારની જાહેરાત કરીઃ ગુજરાતના ૧૯ પોલીસકર્મીની પસંદગીઃ સીબીઆઈના ૩૨ અને એનએઆઈના ૫ અધીકારી સન્માનિત

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ (Independence Day 2020)ના પ્રસંગે પોલીસકર્મીઓને (independence day 2020) આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) ૨૧૫ કર્મીઓની વીરતા માટે પોલીસ પદક, ૮૦ને રાષ્ટ્રપતિ પોલીસ પદક, વિશિષ્ટ સેવા માટે અને ૬૩૧ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. આ યાદીમાં ગુજરાતના કોઈપણ પોલીસકર્મીને ગેલેન્ટ્રી પદક નથી મળ્યું. પરંતુ બે કર્મીને રાષ્ટ્રપતિ પદક અને ૧૭ કર્મીને પોલીસ પદક એનાયત કરવામાં આવશે.

આ યાદીમાં ઉત્તર પ્રદેશમાં ૨૩ પોલીસકર્મીઓને ગેલેન્ટ્રી, ૬ને રાષ્ટ્રપતિ પદક અને ૭૩ને પોલીસ મેડલ એનાયત થશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ૮૧ને ગેલેન્ટ્રી, એકને રાષ્ટ્રપતિ પદક અને ૧૨ને પોલીસ પદક એનાયત થશે. બીજી તરફ, મહારાષ્ટ્રના ૧૪ કર્મીઓને ગેલેન્ટ્રી, ૫ને રાષ્ટ્રપતિ પદક અને ૩૯નેપોલીસ પદક એનાયત થશે.

તેની સાથે જ સીબીઆઈથી ૩૨ અને NAI થી ૫ અધિકારી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર યાદીમાં મહારાષ્ટ્રના ૫૮, મણિપુરના ૭, મિઝોરમના ૩, નાગાલેન્ડના ૨, ઓડિશાના ૧૪, પંજાબના ૧૫, રાજસ્થાનના ૧૮, સિક્કિમના ૨, તમિલનાડુના ૨૩, તેલંગાનાના ૧૪, ત્રિપુરાના ૬, ઉત્તરાખંડના ૪, પશ્ચિમ બંગાળના ૨૧ કર્મીઓને વિભિન્ન શ્રેણીઓમાં વીરતા પુરસ્કાર એનાયત કરાશે.

કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહથી ૨, ચંદીગઢથી ૧, દિલ્હીથી ૩૫, લક્ષ્યદ્વીપતી ૨ અને પુડ્ડુચેરીના ૧ પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે.

(3:36 pm IST)