મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

ગેલેરીમાં ખુરશી નાખીને બેસાડયા

સચિન પાયલોટને વિધાનસભામાં સીટ મળી નહી

રાજસ્થાન વિધાનસભામાં સચિન પાયલટની સીટ બદલાઇ ગઇ છે. પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને નિર્દલીય ધારાસભ્યો સાથે ગેલરીમાં ખુરશી નાંખીને બેસાડાયા છે. ત્યારે વિધાનસભામાં પાયલટે કહયું કે, આજે સદનમાં આવ્યો તો જોયું કે મારી સીટ પાછળ છે. હું છેલ્લી લાઇનમાં બેઠો છું. હુ રાજસ્થાનનો છું, જે પાક. બોર્ડરે છે. બોર્ડર પર સૌથી મજબુત સિપાહી હોય છે. હું જયાં સુધી અહી છું, સરકાર સુરક્ષીત છે.

(3:15 pm IST)