મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

માઉન્ટ આબુમાં ગુજરાતીઓને અકસમાત : સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા કાર ખાઈમાં ખાબકી : ત્રણ લોકો ઘાયલ

કારમાં બેસેલા ત્રણેય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રાજસ્થાનના પ્રસિદ્ધ માઉન્ટ આબુમાં ત્રણ દિવસમાં 28 ઈંચ વરસાદ પડ્યો છે. ધમધમોકાર વરસાદ હોવાથી રોડ પણ પાણી પણ વહેતાં થયા છે અને ઝરણાઓ પણ ખળખળાટ વહી રહ્યા છે. માઉન્ટ આબુ પર ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડ્યો છે. પરંતુ સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માઉન્ટ આબુમાં જતા ગુજરાતીઓની એક કાર ખાઈમાં ખાબકી છે. આ ઘટના આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર બની હતી. આ ઘટનામાં કારમાં બેસેલા ત્રણેય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:36 pm IST)