News of Friday, 14th August 2020
કલ્યાણના મટકા કિંગની હત્યા કેસનો મુખ્ય આરોપી ગુજરાતથી ઝડપાયો
થાણે,(મુંબઇ) મટકા કિંગ જીજ્ઞેશ ઠક્કર હત્યા કેસમાં થાણે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ચાર અજ્ઞાત શખ્સોએ ગોળીબાર કરીને ઠક્કરની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે થાણે પોલીસે આ હત્યા કેસના મુખ્ય આરોપી ધર્મેશ શાહની ગુજરાતમાં ધરપકડ કરી હતી. અને આજે તેને થાણે લવાયો છે. ૩૧ જુલાઇના ઠક્કરની કલ્યાણમાં ચાર અજ્ઞાત શખ્સોએ ગોળીઓ મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહે આ કાવતરૃં પાર પાડ્યું હતું, ઠક્કરને પતાવી દેવા તેણે સોપારી આપી હતી.
(1:09 pm IST)