મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

CBIને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ વિરૂદ્ધ ૬૩ મુન્સ ટેકનોલોજીજ કંપનીના આરોપોને સાબિત કરવા માટે કોઇ પૂરાવા મળ્યા નહિ

નવી દિલ્હી : જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ એનજે જામદારની ખંડપીઠ જિગ્નેશ શાહની કંપની ૬૩ મૂન્સ (જુનું નામ ફાઇનેન્શિયલ ટેકનોલોજીજ)ની અરજી પર સુનવણી કરવામાં આવી રહી છે.

પીઠની સામે સીબીઆઇના વકીલ હિતેન વેનગાવકરે એજન્સી તરફથી એક શપથપત્ર દાખલ કર્યો. જેમાં કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરીયાદ નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના ચીફ વિજિલન્સ ઓફીસરને મોકલી દેવામાં આવી છે.

૬૩ મૂન્સના વકીલે આ મામલાને હાઇ પ્રોફાઇલ ષડયંત્ર ગણાવતા તપાસ કરાવવાની અપીલ કરી છે. કોર્ટે આ મામલામાં ૩ મહિના બાદની તારીખ નક્કી કરી છે. કંપની તરફથી ૧પ ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ સીબીઆઇની પાસે ફરીયાદ દાખલ કરાવી હતી.

ફરીયાદમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ સ્પોર્ટ એકસચેન્જ લિ. (એનએસઇએલ)નું અરબોનું પેમેન્ટ ડિર્ફોલ્ટ ગોટાળો સામે આવ્યા પર ચિદમ્બરમ અને અન્ય ર અધિકારીઓએ પોતાના પદનો દૂર ઉપયોગ કરી કંપનીને નુકશાન પહોંચાડયું  હતું.

(12:36 pm IST)