મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

મલેશિયામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના નાગરિકને 5 માસની જેલ : વતનમાંથી પરત આવ્યા પછી 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવાના નિયમનો ભંગ કર્યો

કુઆલાલુમ્પુર : મલેશિયામાં સ્થાયી થયેલા અને કેદાહમાં પોતાની માલિકીનું રેસ્ટોરન્ટ ચલાવતા ભારતીય મૂળના 57 વર્ષીય નાગરિકે જુલાઈ માસમાં  વતનમાંથી પરત આવ્યા પછી 14 દિવસ માટે  હોમ ક્વોરેન્ટાઇન રહેવાના નિયમનો ભંગ કરવાથી તેને 5 માસની જેલસજા ફરમાવાઈ છે.
તે ક્વોરેન્ટાઇન સમય દરમિયાન પોતાના રેસ્ટોરન્ટ ગયો હતો.જોકે પ્રથમવાર તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ત્યાર પછી બીજી વખત રિપોર્ટ ઓપઝીટવ આવ્યો ત્યાર પહેલા તેના સંપર્કમાં આવેલા પરિવારજનો ,રેસ્ટોરન્ટના કર્મચારીઓ ,તથા ગ્રાહકો સંક્રમિત થયા હોઈ શકે તેવા ભયથી તેને ઉપરોક્ત શિક્ષા કરાઈ હતી.તથા $2,864 ડોલરનો દંડ કરાયો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)