મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

યુ.એસ.માં GOPIO સેન્ટ્રલ ન્યુજર્સી ચેપ્ટરના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ ફ્રી સેમિનાર યોજાયોઃ શ્રી નિલ શાહએ લીગલ, ટેકસ, એન્ડ ફાઇનાન્શીઅલ સ્ટ્રેટેજી વિષે માર્ગદર્શન આપ્યું: વિલ,ટ્રસ્ટ,ઇન્કમટેક્ષ, એલ્ડર લો, રીટાયરમેન્ટ પ્લાનીંગ, સહિતના વિષયો અંગે સમજુતિ તથા પ્રશ્નોત્તરી સેશનથી ૭૫ ઉપરાંત ઉપસ્થિતો પ્રભાવિત

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO) સેન્ટ્રલ ન્યુજર્સી ચેપ્ટર, ૧૬૦૦ રૂટ ૧૩૦, નોર્થ બ્રન્સવીક, ન્યુજર્સીના ઉપક્રમે ૮ ઓગ.૨૦૧૯ના રોજ લીગલ, ટેકસ, એન્ડ ફાઇનાન્શીઅલ સ્ટ્રેટેજી વિષયક સેમિનાર યોજાઇ ગયો.

અંબર રેસ્ટોરન્ટ, સાઉથ બ્રન્સવીક મુકામે યોજાયેલા આ ફ્રી સેમિનારનો ૭૫ ઉપરાંત લોકોએ લાભ લીધો હતો.

સેમિનારની શરૂઆતમાં પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલએ GOPIO તથા સેન્ટ્રલ જર્સી ચેપ્ટરની કામગીરીના અહેવાલ સાથે સહુનુ સ્વાગત કર્યુ હતું.  તથા શ્રી દિનેશ મિત્તલ અને ડો. રાજીવ મહેતાની ૧૧ વર્ષની પાયાની કામગીરીને બિરદાવી હતી. તેમજ સેમિનારના સ્પીકર તરીકે પધારેલા શ્રી નિલ શાહનો પરિચય આપ્યો હતો.

બાદમાં શ્રી નિલ શાહએ ટેકસ પ્લાનીંગ વિલ,ટ્રસ્ટ,એસ્ટેટ પ્લાનીંગ,એસેટ પ્રોટેકશન પ્લાનીંગ, ઇન્કમટેક્ષ સ્ટ્રેટેજી બિઝનેસ પ્લાનીંગ, લોન્ગ ટર્મે કેર કોસ્ટ પ્રોટેકેશન, એલ્ડર લો, મેડીકેઇડ પ્લાનીંગ, રીટાયરમેન્ટ પ્લાનીંગ સહિતના વિષયો ઉપર સતત ૧ કલાક સુધી સમજુતિ આપી હતી. જે પૈકી અમુક આંખ ઉઘાડી દેનારી હતી. જે સરળ તથા સમજાઇ જાય તેવી ભાષામાં હોવાથી ઉપસ્થિતોએ પૂછેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ તેમણે આપ્યા હતા. આ પ્રશ્નોત્તરી ૩૦ મિનીટ સુધી ચાલી હતી. જેનાથી ઉપસ્થિતો પ્રભાવિત થયા હતા.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૦૧૮ની સાલમાં GOPIO સેન્ટ્રલ જર્સીએ ૧૦ વર્ષ પૂરા કરતાં ગાલા કોમ્યુનીટી પ્રોગ્રામ તથા ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. તથા GOPIO CJ ની૧૦ વર્ષની યાત્રા દરમિયાન કરાયેલી કામગીરીનો અહેવાલ અપાયો હતો.

GOPIO ઘ્થ્ના ઉપક્રમે આગામી હેલ્થ સમિટ ૧૨ ઓકટો. ૨૦૧૯ના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા દરમિયાન યોજાશે. TVAsia ઓડીટોરીયમ એડિસન મુકામે યોજાનારી સમિટ અંગેની વિશેષ માહિતી ટુંક સમયમાં જાહેર કરાશે. GOPIO CJ તથા GOPIO વિષયક વિશેષ માહિતી માટે ડો.તુષાર પટેલના કોન્ટેક નં.૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા અથવા www.gopio.nj.org દ્વારા સંપર્ક સાધવા ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.`

(8:28 pm IST)