મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે

સુપ્રિમનો સવાલઃ અયોધ્યા કેસ મુદે સુપ્રિમમાં શરૂ થયેલ સુનાવણીનો આજે છઠો દિવસ

નવી દિલ્હી, તા.૧૪: રોજે રોજ શરૂ થયેલ આ સુનાવણી હેઠળ આજે છઠ્ઠો દિવસ છે. મંગળવારની સુનાવણીમાં રામલલ્લા વકીલ તરફથી વકીલ એસ. વૈધનાથનએ પોતાની દલીલ રાખી હતી અને આજે પણ ત્યાંથી આગળ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર રામલલા પક્ષના વકિલ પાસે જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માગ્યા હતા. રામલલા વિરાજમાન પહેલા નિર્મોહી અખાડાએ પોતના તર્ક સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર રામલલા પક્ષના વકિલ પાસે જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માગ્યા હતા. રામલલા વિરાજમાન પહેલા નિર્મોહી અખાડાએ પોતના તર્ક સુપ્રીમ કોર્ટ સમક્ષ રાખ્યા હતા.

રામલલા વિરાજમાનના વકીલે આ દરમિયાન બ્રિટિશ માર્ટિનનાસ્કેચની વાત કરી, જેમાં ૧૮૩૮ દરમિયાન મંદિરના પિલર બતાવામાં આવ્યાં હતા. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રામજન્મભૂમિ પર મંદિર ઇસા મસીહાના જન્મથી ૫૭ વર્ષ પહેલા મંદિર બન્યું હતું.

હિન્દુઓનું માનવું છે કે મોઘલ રાજા દ્વારા મંદિરને તોડવામાં આવ્યું છે. યૂરોપના ઇતિહાસમાં તારીખનો ઉલ્લેખ મહત્વનો છે, જયારે આપણા માટે ઇતિહાસની ઘટના મહત્વપૂર્ણ છે.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પૂછ્યું કે આ જગ્યા પર બાબરી મસ્જિદ કયારથી કહેવાનું શરૂ થયું ?

રામલલા વિરાજમાનના વકીલે આ દરમિયાન બ્રિટિશ માર્ટિનના સ્કેચની વાત કરી, જેમાં ૧૮૩૮ દરમિયાન મંદિરના પિલર બતાવામાં આવ્યાં હતા. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રામજન્મભૂમિ પર મંદિર ઇસા મસીહાના જન્મથી ૫૭ વર્ષ પહેલા મંદિર બન્યું હતું.

હિન્દુઓનું માનવું છે કે મોદ્યલ રાજા દ્વારા મંદિરને તોડવામાં આવ્યું છે. યૂરોપના ઇતિહાસમાં તારીખનો ઉલ્લેખ મહત્વનો છે, જયારે આપણા માટે ઇતિહાસની ઘટના મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પૂછ્યું કે આ જગ્યા પર બાબરી મસ્જિદ કયારથી કહેવાનું શરૂ થયું ?

જેના પર રામલલાના વકીલે જવાબ આપ્યો કે ૧૯જ્રાક સદીમાં, તે પહેલાના કોઇ પુરાવા નથી. જેના પર સુપ્રીમે કહ્યું કે શું પુરાવા છે કે બાબરે જ મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો? શું એવા કોઇ પુરાવા છે કે મંદિર બાબરે અથવા તેના આદેશ બાદ તોડવામાં આવ્યું.

આમ સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર છઠ્ઠા દિવસની સુનાવણી શરૂ થઇ ગઇ હતી. જેમાં રામલલાના વકીલે ચર્ચા દરમિયાન કહ્યું કે હિન્દુઓનો વિશ્વાસ છે કે અયોધ્યા ભગવાન રામનું જન્મ સ્થાન છે જેના કારણે કોર્ટે આ અંગે તપાસ નહીં કરવી જોઇએ કે આ કેટલું તાર્કિક છે.

(3:35 pm IST)