મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

ભાજપા બંધારણને કાયમ નકારતું રહ્યું છેઃ ૩૭૦મી કલમ ઉપર પ્રિયંકા

વારાણસી તા. ૧૪: જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ ને હટાવવાની ટીકા કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઇકાલે કહ્યું કે ભાજપા સરકાર કાયમ બંધારણને નકારતું રહ્યું છે અને અમારો પક્ષ લોકશાહી અને બંધારણના રક્ષણ માટેની લડાઇ લડતો રહેશે.

સોનભટ્ર નરસંહારમાં માર્યા ગયેલા આદિવાસીઓના પરિજનોને મળવા આવેલ કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે જમ્મુ કાશ્મીર બાબતે અમારા પક્ષમાં એક મત છે. પક્ષ પોતાના બધા નિર્ણયો કાર્યકર્તાઓ અને નેતાઓની મીટીંગમાં સર્વસંમતિથી લે છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ ને હટાવવાનું ગેર બંધારણીય અને લોકશાહીના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે.  જણાવી દઇએ કે પ્રિયંકા ગાંધીએ જમ્મુ કાશ્મીર અંગે પહેલી વાર પોતાની પ્રતિક્રિયા આપી છે.  આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને પી ચિદમ્બરમ સહિમત કેટલાય અન્ય નેતાઓ કેન્દ્રના નિર્ણયની ટીકા કરી ચુકયા છે.

(3:35 pm IST)